gu_tw/bible/other/know.md

5.2 KiB

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

  • "જ્ઞાન" શબ્દ લોકો જે માહિતી જાણે છે તેનો ઉલ્લેખ કરે છે.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

  • ઈશ્વર "ના વિશે જાણવું" એટલે તેમના વિશેના તથ્યો સમજવા જે કારણે તેમણે આપણને પ્રગટ કર્યા છે.
  • ઈશ્વરને "જાણવા" એટલે તેમની સાથે સંબંધ હોવો.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

  • ઈશ્વરની ઈચ્છા જાણવી એટલે વ્યક્તિને જે હુકમ આપવામાં આવ્યો છે તેનાથી વાકેફ, અથવા ઈશ્વર શું ઈચ્છે છે કે વ્યક્તિ કરે તે સમજવું.
  • "નિયમને જાણવો" એટલે ઈશ્વરે જે હુકમ કર્યો છે તેનાથી વાકેફ, અથવા મુસાને આપવામાં આવેલ નિયમોમાં ઈશ્વરે શું સૂચના આપી છે તે સમજવું.
  • કેટલીકવાર "જ્ઞાન" ને "ડહાપણ" ના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઈશ્વરને પ્રસન્ન કરે એ રીતે જીવવાનો સમાવેશ કરે છે.
  • "ઈશ્વરનું જ્ઞાન" ને કેટલીકવાર "યહોવાની બીક" ના સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે.

અનુવાદ માટેના સુચનો

  • સંદર્ભને આધારે, "જાણવું" ને અનુવાદ કરવાની રીતોમાં "સમજવું" અથવા "ની સાથે પરિચિત" અથવા "ના વિશે વાકેફ" અથવા "ના વિશે માહિતગાર" અથવા "ની સાથે સંબંધમાં હોવું" નો સમાવેશ થાય છે.
  • કેટલીક ભાષાઓમા "જાણવું" માટે બે અલગ શબ્દો હોય છે, એક તથ્યો જાણવા માટે, અને બીજો વ્યક્તિને જાણવા અને તેની સાથે સંબંધ હોવા માટે.
  • "ઓળખાયો" શબ્દનું અનુવાદ "લોકો જાણે તે માટેનું પ્રયોજન" અથવા "પ્રગટ કરવું" અથવા "તે વિશે કહેવું" અથવા "સમજાવવું" એમ કરી શકાય.
  • "ના વિશે જાણવું" કંઈકનું અનુવાદ "થી વાકેફ" અથવા "ની સાથે પરિચિત" એમ કરી શકાય.
  • "કેવી રીતે વિશે જાણવું" અભિવ્યક્તિનો અર્થ કંઈક પૂરું કરવાની પ્રક્રિયા કે પદ્ધતિને સમજવી.

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

  • "જ્ઞાન" શબ્દનું અનુવાદ સંદર્ભને આધારે "જે જાણીતું છે" અથવા "ડહાપણ" અથવા "સમજશક્તિ" કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ, પ્રગટ કરવું, સમજવું, જ્ઞાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1843, H1844, H1847, H1875, H3045, H3046, H4093, H4486, H5046, H5234, H5475, H5869, G50, G56, G1097, G1107, G1108, G1231, G1492, G1921, G1922, G1987, G2467, G2589, G3877, G4267, G4894