gu_tw/bible/other/incense.md

2.8 KiB

ધૂપ, ધૂપ કરવો

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

  • દેવે ઈઝરાએલીઓને તેને અર્પણ કરવા માટે ધૂપ બાળવાનું કહ્યું (હતું).
  • દેવે જે ચોક્કસરીતે નિર્દેશિત કર્યા, તે રીતે પાંચ વિશેષ મસાલાને સરખા પ્રમાણમાં મેળવીને ધૂપને બનાવવામાં આવતો હતો.

આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

  • “ધૂપની વેદી” એ ખાસ વેદી હતી કે જેનો ઉપયોગ ફક્ત ધૂપ બાળવા માટે કરવામાં આવતો હતો.
  • પ્રાર્થનાના દરેક કલાકમાં ઓછામાં ઓછો દિવસમાં ચાર વખત ધૂપ ચઢાવવામાં આવતો હતો.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

  • ધૂપ બાળવો તે દેવ પ્રત્યેની તેના લોકોની પ્રાર્થના અને સ્તુતિને રજૂ કરે છે તે (દેવ પાસે) ઉપર જાય છે.
  • “ધૂપ” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “મસાલાની સુવાસ” અથવા “સારી સુગંધ આપનારાં છોડવા,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: ધૂપની વેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2553, H3828, H4196, H4289, H5208, H6988, H6999, H7002, H7004, H7381, G2368, G2369, G2370, G2379, G3031