gu_tw/bible/other/horn.md

3.2 KiB

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

  • મેઢાનું શિંગ (નર ઘેટો) ને સંગીત સાધન હતું જેને “મેઢાનું શિંગ (રણશિંગુ)” અથવા “સોફાર” કહેવામાં આવે છે તે બનાવવામાં આવતું હતું, કે જે ખાસ પ્રસંગો જેવા કે ધાર્મિક પર્વો માટે વગાડવામાં આવતા હતા.
  • દેવે ઈઝરાએલીઓને કહ્યું ધૂપ વેદીના દરેક ચાર ખૂણાની ઉપર અને પિત્તળની વેદીઓ ઉપર શિંગ આકારનું પ્રક્ષેપણ બનાવ.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

  • ક્યારેક “શિંગડા” શબ્દ “બાટલી” ને દર્શાવવા વાપરવામાં આવતો હતો કે જેનો આકાર શિંગડા જેવો હતો અને તે પાણી અથવા તેલ ભરવા વાપરવામાં આવતા હતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

  • “શિંગડા” શબ્દને રૂપકાત્મક રીતે તાકાત, શક્તિ, અધિકાર, અને બાદશાહીના પ્રતિક તરીકે પણ વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, શક્તિ શાહી, ઘેટાં, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's:H3104, H7160, H7161, H7162, H7782, G2768