gu_tw/bible/other/honey.md

3.0 KiB

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

  • મધ પ્રકાર પર આધારિત હોઈ તે પીળું અથવા કથ્થાઇ રંગનુ હોઈ શકે છે.
  • મધ જંગલમાં મળી શકે છે, જેવું કે વૃક્ષના પોલાણમાં, અથવા જયારે મધમાખી માળો બનાવે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

  • ત્રણ લોકો કે જેનો બાઈબલમાં વિશેષ રીતે જંગલી મધ ખાવાની (અથવા ન ખાવાની) બાબતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, યોનાથાન, સામસૂન, અને યોહાન બાપ્તિસ્ત હતા.
  • મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે કંઈક કે જે મીઠું અને ખૂબજ આનંદદાયક છે, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તીઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1706, H3293, H3295, H5317, H6688, G2781, G3192, G3193