gu_tw/bible/other/hand.md

8.0 KiB

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

  • “સોંપવું” નો અર્થ થાય કે કોઈ વ્યક્તિને કાંઇક હાથોમાં સોંપી દેવું.
  • મોટેભાગે “હાથ” શબ્દ ઈશ્વરની શકિતને અને કાર્ય દર્શાવવા વાપરવામાં આવ્યો છે, જેવાકે જયારે દેવ કહે છે કે “શું મારા હાથોએ આ બધી વસ્તુઓ બનાવી નથી?” (જુઓ: નામ વિપર્યય
  • અભિવ્યક્તિ જેવી કે “સોંપી દેવું” અથવા “ના હાથોમાં સોંપી દેવું,” તે કોઈના નિયંત્રણ અથવા કોઈ બીજાના સત્તા હેઠળ હોવું તેમ દર્શાવે છે.
  • “હાથ” ના કેટલાક અન્ય રૂપકાત્મક ઉપયોગોનો સમાવેશ થાય છે:
  • (તે)ના પર હાથ નાખવો” નો અર્થ “નુકસાન કરવું” થાય છે.
  • “ના હાથોથી બચાવવું” શબ્દનો, અર્થ કે એક વ્યકિતને બીજા કોઈને નુકસાન કરતા અટકાવવું.
  • “જમણા હાથ પર” ના સ્થાનમાં હોવું તેનો અર્થ, “જમણી બાજુ ઉપર” અથવા “જમણી બાજુએ” થાય છે

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

  • મોટેભાગે જયારે કોઈને વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેના ઉપર હાથ મૂકીને (શબ્દો) બોલવામાં આવે છે.
  • “ની ઉપર હાથ મૂકવા” શબ્દ, દેવની સેવા અથવા સાજાપણા માટે પ્રાર્થના કરવા તે વ્યક્તિને સમર્પિત કરવું તે દર્શાવે છે.
  • જયારે પાઉલ કહે છે કે “મારા હાથો દ્વારા લખાયેલું,” તેનો અર્થ કે આ પત્ર તેના શારીરિક ભાગ દ્વારા લખાયા છે, એવું નથી કે તેના બોલેલા શબ્દો બીજી વ્યક્તિએ લખ્યા હોય.

ભાષાંતરના સૂચનો

  • આ અભિવ્યક્તિઓ અને બીજા શબ્દાલંકારોનું ભાષાંતર, બીજી રૂપકાત્મક અભિવ્યક્તિઓ જેનો સમાન અર્થ થાય છે તેનો ઉપયોગ કરીને (ભાષાંતર) કરી શકાય છે. અથવા અર્થનું ભાષાંતર સીધાજ, શાબ્દિક ભાષાનો ઉપયોગ કરી શકાય છે. (ઉપરના ઉદાહરણો જુઓ).
  • “તેને ઓળિયું સોંપવામાં આવ્યું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને ઓળિયું આપ્યું” અથવા “ઓળિયું તેના હાથમાં મૂકયું” તરીકે પણ કરી શકાય છે.

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

  • જયારે “હાથ” કોઈ વ્યક્તિને દર્શાવે છે, જેમકે “દેવના હાથોએ આ કર્યું,” તેનું ભાષાંતર, “દેવે આ કર્યું” તરીકે કરી શકાય છે.
  • એક અભિવ્યક્તિ જેવી કે “તેઓના શત્રુઓના હાથોમાંથી તેઓને સોંપી દીધા” અથવા “તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા,” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓના શત્રુઓને તેઓ પર વિજય મેળવવા પરવાનગી આપવી” અથવા “તેઓને તેઓના શત્રુઓ દ્વારા કબજે થવા દેવા” અથવા “તેઓના શત્રુઓને તેઓની પર નિયંત્રણ પ્રાપ્ત કરવા મજબૂત કરવા” એમ કરી શકાય છે.
  • “હાથથી મરવું” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “દ્વારા હત્યા થઈ હોવી,” એમ કરી શકાય છે.
  • “(તે)ના જમણા હાથ પર” અભિવ્યક્તિનું ભાષાંતર, “ની જમણી બાજુ પર હોવું” તરીકે કરી શકાય છે.
  • ઈસુના સંદર્ભમાં, “દેવના જમણા હાથે બિરાજમાન છે,” જો આ વાક્ય તે તેને ઊંચા માન અને એક સમાન અધિકારને ન દર્શાવતું હોય તો તે ભાષાના સંચારમાં તેને યોગ્ય બીજી અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વિરોધી, આશીર્વાદ, બંદી, સન્માન, શક્તિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H405, H2026, H2651, H2947, H2948, H3027, H3028, H3225, H3231, H3233, H3709, H7126, H7138, H8040, H8042, H8168, G710, G1188, G1448, G1451, G1764, G2021, G2092, G2176, G2902, G4084, G4474, G4475, G5495, G5496, G5497