gu_tw/bible/other/chaff.md

1.5 KiB

ભૂસું

વ્યાખ્યા:

ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે. ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.

  • મોટેભાગે, અનાજના કણસલાંને હવામાં ઉછાળીને ભૂસાથી અલગ કરવામાં આવે છે.

હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે. આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.

  • બાઈબલમાં આ શબ્દ રૂપકાત્મક રીતે દુષ્ટ લોકો અને, નકામી વસ્તુઓ માટે પણ વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: અનાજ, ઘઉં, ઊપણવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2842, H4671, H5784, H8401, G892