gu_tw/bible/other/winnow.md

3.6 KiB

ઊપણવું, ઊપણવું, ઊપણ્યું, સૂપડું, ચાળવું, ચાળણી

વ્યાખ્યા:

" ઊપણવું " અને" ચાળવું " શબ્દોનો અર્થ અનિચ્છનીય સામગ્રીઓમાંથી અનાજ અલગ કરવા માટે થાય છે. બાઇબલમાં, બંને શબ્દોનો રૂપકાત્મક અર્થ લોકોના અલગ કરવા અથવા વિભાજનના સંદર્ભમાં કરવામાં આવે છે.

  • “ઊપણવું"એટલે કે અનાજ અને ફોતરાં બંનેને હવામાં ઉછાળીને છોડના અનિચ્છિત ભાગોમાંથી અનાજને અલગ પાડવાનો પવનથી ફોતરાંને દૂર કરવાથી અર્થ થાય છે.

"* ચાળવું" શબ્દનો ઉપયોગ ચાળણીમાં અનાજને હલાવીને સાફ કરવા માટે થાય છે, જે કચરો અથવા પથ્થરો જેવી બાકીની કોઈપણ અનિચ્છનીય સામગ્રી છુટકારો મેળવવા માટે વપરાય છે.

  • જૂના કરારમાં, "ઊપણવું" અને "ચાળવું"નો અર્થપૂર્ણ ઉપયોગ જે મુશ્કેલીઓ ન્યાયી લોકોને અન્યાયી લોકોથી જુદા પાડે છે તેનું વર્ણન કરવા માટે થાય છે.
  • જ્યારે ઇસુએ સિમોન પિતરને કહ્યું હતું કે તે અને તેમના શિષ્યોની વિશ્વાસમાં કેવી રીતે કસોટી કરવામાં આવશે ત્યારે ઈસુએ પણ "ચાળવું" શબ્દ વાપર્યો હતો.
  • શબ્દોનો અનુવાદ કરવા માટે, આ પ્રવૃત્તિઓનો સંદર્ભ આપતી પ્રોજેક્ટ ભાષાના શબ્દો અથવા શબ્દસમૂહોનો ઉપયોગ કરો; સંભવિત અનુવાદ "હલાવવું" અથવા "ઊપણવું" હોઈ શકે છે.

જો સૂપડું અથવા ચાળણી જાણીતા ન હોય , તો પછી અનાજને ફોતરાંથી અથવા કચરાથી અલગ કરવાની પદ્ધતિ, અથવા પ્રક્રિયાને વર્ણવતા શબ્દો દ્વારા ઉલ્લેખ કરવો એવો અનુવાદ કરી શકાય છે. )આ પણ જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું )આ પણ જુઓ: ફોતરું, અનાજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2219, H5128, H5130, G4425, G4617