gu_tw/bible/other/bridegroom.md

1.8 KiB

વરરાજા, વરરાજાઓ

વ્યાખ્યા:

લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.

  • બાઈબલના સમય દરમ્યાન યહૂદી સંસ્કૃતિમાં, વરરાજા તેની કન્યાને લેવા આવતો અને આખો સમારંભ તેની આસપાસ કેન્દ્રિત હતો.
  • બાઈબલમાં, ઈસુને રૂપકાત્મક રીતે “વરરાજા” કહેવામાં આવ્યો છે, કે જે એક દિવસ તેની “કન્યા,” જે મંડળી છે તેને લેવા માટે આવશે.

ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.

(આ પણ જુઓ: કન્યા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H2860, G3566