gu_tw/bible/other/breath.md

6.8 KiB

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

  • બાઈબલ શીખવે છે કે, દેવે આદમમાં જીવનનો “શ્વાસ મૂક્યો.”

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

  • જયારે ઈસુએ શિષ્યો ઉપર શ્વાસ ફૂંક્યો અને તેઓને કહ્યું “આત્મા પ્રાપ્ત કરો”, ત્યારે તેણે તેઓને ઉપર કદાચ વ્યવહારિક રીતે હવા બહાર ફેંકીને તેમના પર પ્રતિકરૂપે પવિત્ર આત્મા આવે એમ કર્યું હશે.
  • ક્યારેક “શ્વાસ લેવો” અને “ઉચ્છવાસ” શબ્દો, મૌખિક રજૂઆત દર્શાવવા માટે વપરાયા છે.
  • “દેવનો શ્વાસ” અથવા “યહોવાનો શ્વાસ” રૂપકાત્મક અભિવ્યક્તિ, મોટેભાગે બળવાખોર અથવા નાસ્તિક દેશો ઉપર દેવનો કોપ રેડવામાં આવ્યો તેમ દર્શાવે છે.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

  • “તેણે છેલ્લો શ્વાસ લીધો” તે અભિવ્યક્તિ રૂપકાત્મક દર્શાવે છે કે “તે મરણ પામ્યો.”

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

  • જો “ઈશ્વર-પ્રેરિત” શબ્દનું શાબ્દિક ભાષાંતર સ્વીકાર્ય ન હોય તો બીજી રીતે તેનું ભાષાંતર, “દેવ દ્વારા પ્રેરિત” અથવા “ઈશ્વર દ્વારા લખેલું” અથવા “ઈશ્વર દ્વારા બોલાયેલું” થઇ શકે છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

  • “તેમાં શ્વાસ મુકવો” અથવા “તેમાં જીવનનો શ્વાસ મૂકવો” અથવા “શ્વાસ આપવો” તે અભિવ્યક્તિઓનું ભાષાંતર, “શ્વાસ લેવામાં મદદ કરી” અથવા “ફરીથી જીવતું કરવું” અથવા “તેઓને જીવવા અને શ્વાસ લેવામાં મદદ કરી” અથવા “જીવન આપવું” એમ કરી શકાય છે.
  • “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું, સંભવિત રીતે શક્ય હોય તો તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર કરવું હોય તો તેની ભાષામાં જે શબ્દ “શ્વાસ” માટે વપરાય છે તેનો ઉપયોગ કરવો.
  • જો તેનું ભાષાંતર “શ્વાસ લેવાના” શબ્દ સાથે જોડાયેલું ના હોય તો તેનું ભાષાંતર “દેવનું સામર્થ્ય” અથવા “દેવની વાણી” થઇ શકે છે.
  • “શ્વાસ રોકાઈ જવો” અથવા “શ્વાસ પાછો આવી જવો” એ અભિવ્યક્તિનું ભાષાંતર, “શ્વાસ લેવા માટે વિશ્રામ લેવો” અથવા “દોડવાનું બંધ કર્યું જેથી શ્વાસ લઇ શકાય” તેમ થઇ શકે છે.
  • “ફક્ત શ્વાસ જ છે” એવી અભિવ્યકિતનો અર્થ થાય છે કે “થોડો સમય માટે જ ટકશે.”
  • એવી જ રીતે “માણસ ફક્ત એક શ્વાસ છે” તેવી અભિવ્યક્તિનો અર્થ “માણસનું જીવન ખૂબ જ ટૂંકુ છે” અથવા “દેવની સરખામણીમાં માણસનું જીવન ખુબ જ ટૂંકુ છે કારણકે તેના જીવન માટે ફક્ત એક શ્વાસની જરૂર હોય છે.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, દેવનું વચન, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3307, H5301, H5396, H5397, H7307, H7309, G1709, G1720, G4157