gu_tw/bible/names/adam.md

3.9 KiB

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

  • દેવે ધૂળમાંથી આદમને બનાવ્યો અને તેનામાં જીવનનો શ્વાસ મુક્યો.
  • આદમ શબ્દનો ઉચ્ચાર હિબ્રુ શબ્દ “લાલ ધૂળ” અથવા “જમીન”ની સમકક્ષ થાય છે.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

  • સર્વ લોકો આદમ અને હવાના વંશજો છે.
  • આદમ અને હવા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ: મોત, વંશ, હવા, ઈશ્વરનું સ્વરૂપ, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

  • 1:9 ત્યારપછી દેવે કહ્યું, "ચાલો આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ."
  • 1:10 આ માણસનું નામ આદમ હતું.

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

  • 1:12 પછી દેવે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી."

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

  • 2:11 અને દેવે __આદમને__અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યા.
  • 2:12 તેથી દેવે આદમ અને હવાને એ સુંદર બાગમાંથી કાઢી મુક્યા.
  • 49:8 જયારે આદમ અને હવાએ પાપ કર્યું, જેની અસર તેના બધા સંતાન પર થઇ.
  • 50:16 કારણકે જયારે આદમ અને હવાએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેથી આ જગત પર પાપ આવ્યું, દેવે તેને શાપ દીધો અને તેનો નાશ કરવા નિર્ણય કર્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H120, G76