gu_tw/bible/names/eve.md

3.7 KiB

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

  • દેવે પાંસળીમાંથી (શરીરના ભાગમાંથી) હવાની રચના કરી કે જે તેણે આદમમાંથી લીધી હતી.
  • હવાને આદમની સહાયકારી થવા માટે બનાવવામાં આવી હતી.
  • દેવે જે કામ તેઓને કરવા આપ્યું હતું તેમાં આદમને સહાય કરવા માટે તેણી તેની સાથે આવી.
  • હવા શેતાન (સાપના રૂપમાં) દ્વારા લલચાઈ હતી અને દેવે જે ફળ ખાવાની મના કરી હતી તે ખાવા દ્વારા તેણીએ પ્રથમ પાપ કર્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __1:13__પછી દેવે આદમની પાંસળીઓમાંથી (ભાગમાંથી) એક લીધી અને તેમાંથી સ્ત્રી બનાવી અને તેણીને તેની પાસે લાવ્યો.
  • __2:2__પણ બાગમાં ત્યાં સાપ લુચ્ચો હતો.

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

  • __2:11__માણસે તેની પત્નીનું નામ હવા રાખ્યું, જેનો અર્થ “જીવન આપનાર,” કારણકે તે બધાંજ લોકોની માતા બનવાની હતી.
  • __21:1__દેવે વચન આપ્યું કે _હવા_ના જે વંશજો જન્મ લેશે કે જેઓ સાપનું માથું છૂંદશે.
  • 48:2 વાડીમાં _હવા_ને છેતરવા માટે શેતાન સાપ દ્વારા બોલ્યો.
  • __49:8__જયારે આદમ અને હવા એ પાપ કર્યું, તેની તેઓના બધાજ વંશજો પર અસર થઈ..
  • 50:16 કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો ભંગ કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે શાપ દીધો અને તેનો નાશ કરવાનું નક્કી કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H2332, G2096