gu_tw/bible/other/alarm.md

2.5 KiB

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

  • યહોશાફાટ રાજાએ જયારે જાણ્યું કે મોઆબીઓ યહુદાના રાજ્ય પર હુમલો કરનારા છે ત્યારે તે ભયભીત થયો.
  • ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે જયારે તમે છેલ્લા દિવસોમાં આફતો આવતી જુઓ ત્યારે ભયભીત થશો નહીં.
  • “ભયની સુચના આપવી” એ અભિવ્યક્તિ દર્શાવે છે કે ચેતવણી આપવી.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

  • “કોઈને સાવધાન કરવું” તેનો અર્થ “કોઈને ચિંતા કરાવવી” અથવા “કોઈને ચિંતામાં નાખવા.”
  • “સાવધાન થવું” તેનું ભાષાંતર “ચિંતા થવી” અથવા “ડર લાગવો” અથવા “કોઈની વિશે ચિંતા થવી” એમ થઇ શકે છે.
  • “સાવધાન કરવું” એ અભિવ્યક્તિનું ભાષાંતર “જાહેર ચેતવણી આપવી” અથવા “આવનાર ભય વિશે જાહેરાત કરવી” અથવા “આવનાર ભય વિશે રણશિંગડું ફુંકવું” એમ થઈ શકે છે.

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7321, H8643