gu_tw/bible/names/stephen.md

3.6 KiB

સ્તેફન

તથ્યો:

સ્તેફનને પ્રથમ ખ્રિસ્તી શહીદ વ્યક્તિ તરીકે મોટે ભાગે યાદ કરવામાં આવે છે, કે જે, પ્રથમ વ્યક્તિ જેના ઈસુમાં વિશ્વાસને કારણે મારી નાંખવામાં આવ્યો. તેના મરણ અને જીવનના વિશેના તથ્યો પ્રેરિતોના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે.

  • યરૂશાલેમની પ્રથમની મંડળી દ્વારા સ્તેફનને વિધવાઓ અને બીજા ખ્રિસ્તી લોકો કે જેઓ જરૂરિયાતમંદ હતા તેઓને ખોરાક પૂરો પાડવા દ્વારા ખ્રિસ્તી લોકોની સેવા કરવા સારું ડિકન તરીકે નીમવામાં આવ્યો હતો.
  • ચોક્કસ યહુદીઓએ સ્તેફન પર ખોટો આરોપ મુક્યો કે તે ઈશ્વરની વિરુદ્ધ અને મુસાના નિયમોની વિરુદ્ધ બોલે છે.
  • સ્તેફન ઈસુ મસીહા વિષે હિંમતપૂર્વક સત્ય બોલ્યો, ઈશ્વરના ઈઝરાયેલ સાથેના વ્યવહારના ઈતિહાસથી શરૂ કરીને.
  • યહૂદી આગેવાનો ક્રોધાયમાન થયા અને શહેરની બહાર લઇ જઈને પથ્થરે મારીને મારી નાંખ્યો.
  • તાર્સસનો શાઉલ કે જે પછી પાઉલપ્રેરિત બન્યો તે સ્તેફનના મરણનો સાક્ષી હતો.
  • સ્તેફન મરણ પામ્યો તે પહેલાના તેના છેલ્લા શબ્દો માટે પણ પ્રચલિત છે, “પ્રભુ, મહેરબાની કરીને આ પાપ તેમની વિરુદ્ધ ગણતા નહિ,” જે તેનો બીજાઓ માટેનો પ્રેમ બતાવે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: નિમવું, ડિકન, યરૂશાલેમ, પાઉલ, પથ્થર, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G4736