gu_tw/bible/names/sheba.md

2.1 KiB

શેબા

તથ્યો:

પ્રાચીન સમયમાં, શેબા એક પ્રાચીન સંસ્કૃતિ અથવા જમીનનો વિસ્તાર હતો જે દક્ષિણ અરેબિયામાં ક્યાંક સ્થિત હતો.

  • શેબાનો પ્રદેશ અથવા દેશ કદાચ હાલના યેમેન અને ઈથોપિયા દેશોની નજીક સ્થિત છે.
  • તેના રહેવાસીઓ કદાચ હામના વંશજો હતા.
  • શેબની રાણી સુલેમાન રાજાને મળવા આવી જ્યારે તેણીએ તેમની સંપત્તિ અને ડહાપણની કીર્તિ વિષે સાંભળ્યું.
  • જુના કરારમાં "શેબા" નામના ઘણા પુરુષો વંશાવળીમાં નોંધાયેલા પણ હતાં.

એ શક્ય છે કે શેબા પ્રદેશનું નામ તેઓમાંના એકમાંથી આવ્યું હોય.

  • જુના કરારમાં એકવાર બેરશેબા શહેરને શેબા એમ ટૂંકું કરવામાં આવ્યું હતું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: અરેબિયા, બેરશેબા, ઈથોપિયા, સુલેમાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5434, H7614