gu_tw/bible/names/priscilla.md

2.6 KiB

પ્રિસ્કીલા

તથ્યો:

પ્રિસ્કીલા અને તેનો પતિ આકુલ યહૂદી ખ્રિસ્તીઓ હતા જેઓએ પ્રેરિત પાઉલ સાથે મિશનરી કાર્ય કર્યું હતું.

  • પ્રિસ્કીલા અને આકુલે રોમ છોડ્યું કારણ કે રોમન સમ્રાટે ખ્રિસ્તીઓને ત્યાંથી જતાં રહેવા કહ્યું હતું.
  • પાઉલ આકુલ અને પ્રિસ્કીલાને કરિંથમાં મળ્યો હતો.

તેઓ તંબૂઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા અને પાઉલ તેમાં જોડાયો.

  • જ્યારે પાઉલ કરિંથથી સીરિયા જવા નીકળ્યો ત્યારે, પ્રિસ્કીલા અને આકુલ તેની સાથે ગયા.
  • સીરિયાથી તેઓ ત્રણેય એફેસસ ગયા.

જ્યારે પાઉલ એફેસસથી નીકળ્યો ત્યારે, પ્રિસ્કીલા અને આકુલ ત્યાંજ રહ્યા અને સુવાર્તા પ્રચારનું કામ ચાલુ રાખ્યું.

  • એફેસસમાં તેઓએ ખાસ આપોલાસ નામના એક માણસને શિક્ષણ આપ્યું કે જેણે ઈસુમાં વિશ્વાસ કર્યો અને તે એક પ્રતિભાશાળી વક્તા અને શિક્ષક હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: વિશ્વાસ કરવો, ખ્રિસ્તી, કરિંથ, એફેસસ, પાઉલ, રોમ, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી: