gu_tw/bible/names/phinehas.md

2.3 KiB

ફિનહાસ

તથ્યો:

જૂના કરારમાં બે માણસોનું નામ ફિનહાસ હતું.

  • હારુનનો ફિનહાસ નામનો પૌત્ર યાજક હતો કે જેણે ઇઝરાયલમાં જૂઠા દેવોની પૂજાનો મોટો વિરોધ કર્યો હતો.
  • ઇઝરાયલીઓએ મિદ્યાની સ્ત્રીઓ સાથે લગ્નો કર્યા અને તેઓના જૂઠા દેવોની પૂજા કરી માટે યહોવાએ તેઓને સજા કરવા મોકલેલી એક મરકીથી ફિનહાસે ઇઝરાયલીઓને બચાવ્યા.
  • મિદ્યાનીઓનો નાશ કરવા ફિનહાસ ઘણી વાર ઇઝરાયલીઓના સૈન્ય સાથે લડવા ગયો.
  • જૂના કરારમાં દર્શાવેલો બીજો ફિનહાસ શમુએલ પ્રબોધકના સમય દરમ્યાન એલી યાજકના બે દુષ્ટ પુત્રોમાંનો એક હતો.
  • જ્યારે પલિસ્તિઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને કરારકોશ ચોરી ગયા ત્યારે ફિનહાસ અને તેનો ભાઈ હોફની બંને માર્યા ગયા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: કરારકોશ, યર્દન નદી, મિદ્યાન, પલિસ્તિઓ, શમુએલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6372