gu_tw/bible/names/paran.md

2.2 KiB

પારાન

તથ્યો:

પારાન ઈજિપ્તની પૂર્વમાં અને કનાન દેશની દક્ષિણે આવેલો રણ કે અરણ્ય વિસ્તાર હતો. ત્યાં પારાન પહાડ પણ હતો કે જે સિનાઈ પર્વતનું બીજું નામ હોય શકે છે.

  • સારાએ ઇબ્રાહિમને હગાર દાસી તથા તેના પુત્ર ઇશ્માએલને કાઢી મૂકવા કહ્યું તે પછી તેઓ પારાનના અરણ્યમાં રહેવા ગયા.
  • જ્યારે મૂસાએ ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી બહાર દોર્યા ત્યારે, તેઓએ પારાનના અરણ્યમાં થઈને મુસાફરી કરી.
  • પારાનના અરણ્યના કાદેશ-બાર્નેઆથી મૂસાએ કનાન દેશની બાતમી કાઢવા અને તેનો અહેવાલ લાવવા બાર જાસૂસોને મોકલ્યા હતા.
  • ઝીનનું અરણ્ય પારાનની ઉત્તરે હતું અને સીનનું અરણ્ય પારાનની દક્ષિણે હતું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: કનાન, રણ, ઈજિપ્ત, કાદેશ, સિનાઈ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H364, H6290