gu_tw/bible/names/nazareth.md

3.6 KiB

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

  • યૂસફ અને મરિયમ નાસરેથના વતની હતા અને ત્યાં જ તેમણે ઈસુનો ઉછેર કર્યો હતો.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

  • નાસરેથમાં રહેતા ઘણાં યહૂદીઓએ ઈસુના શિક્ષણને માન આપ્યું નહિ, કારણકે તેમનો ઉછેર તેઓ વચ્ચે થયો હતો અને તેઓએ વિચાર્યું કે તેઓ એક સામાન્ય માણસ હતા.
  • એક વાર, જ્યારે ઈસુ નાસરેથના સભાસ્થાનમાં શીખવતા હતા ત્યારે, ત્યાંના યહૂદીઓએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો કારણકે તેઓએ મસીહ હોવાનો દાવો કર્યો હતો અને તેમનો નકાર કરવા બદલ તેઓને ઠપકો આપ્યો હતો.
  • જ્યારે નથાનિયેલે સાંભળ્યું કે ઈસુ નાસરેથના હતા ત્યારે તેણે જે ટીપણી કરી તે દર્શાવે છે કે આ શહેર ખાસ જાણીતું ન હતું.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, મરિયમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 23:4 યૂસફ અને મરિયમે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં નાસરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેઓનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
  • 26:2 ઈસુ નાસરેથ નગરમાં ગયા કે જ્યાં તેઓનું બાળપણ વીત્યું હતું.
  • 26:7 નાસરેથના લોકો ઈસુને આરાધનાના સ્થળેથી બહાર ખેંચી ગયા અને તેમને મારી નાખવા ડુંગરની ધાર પરથી ધકેલી દેવા પર લઈ ગયા.

શબ્દ માહિતી:

  • Strong's: G3478, G3479, G3480