gu_tw/bible/names/judasiscariot.md

4.4 KiB

યહૂદા ઈશ્કરિયોત

સત્યો:

યહૂદા ઈશ્કરિયોત એ ઈસુના શિષ્યોમાંનો એક હતો. તે એક હતો કે જેણે ઈસુને યહૂદી આગેવાનોને પરસ્વાધિન કર્યો હતો.

  • “ઈશ્કરિયોત” નામનો અર્થ કદાચ “તે કેરીયોથનો હશે,” કદાચ યહૂદા તે શહેરમાં ઉછર્યો હશે તેને દર્શાવે છે.
  • યહુદા ઈશ્કરિયોત તે પ્રેરિતોના પૈસાનો વહીવટ કરતો હતો અને નિયમિત પોતાના માટે વાપરવા તેમાંથી કેટલાક નાણાં ચોરી કરતો હતો.
  • ઈસુ ક્યાં હતો તે યહૂદી આગેવાનોને જણાવીને યહૂદાએ ઈસુને પરસ્વાધિન કર્યો, જેથી તેઓ તેની ધરપકડ કરી શકે.
  • યહૂદી આગેવાનોએ ઈસુને મૃત્યુ માટે દોષિત ઠરાવ્યા પછી, યહૂદા દિલગીર થયો કે તેણે ઈસુને પરસ્વાધિન કરાવ્યો, જેથી તેણે પરસ્વાધિન કરવાના પૈસા યહૂદી આગેવાનોને પાછા આપ્યા અને પછી પોતે મરી ગયો.
  • બીજા એક પ્રેરિતનું નામ પણ યહૂદા હતું, જે ઇસુના ભાઈઓમાંનો એક હતો.

ઈસુનો એક ભાઈ યહૂદા તરીકે ઓળખાતો હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પ્રેરિત, પરસ્વાધિન, યહૂદી આગેવાનો, યાકૂબનો પુત્ર યહૂદા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 38:2 ઈસુના શિષ્યોમાંના એક માણસનું નામ યહૂદા હતું, ઈસુ અને શિષ્યો યરૂશાલેમમાં આવ્યા પછી, યહૂદા યહૂદી આગેવાનો પાસે ગયો અને પૈસાના બદલામાં ઈસુને તેઓને પરસ્વાધિન કહ્યું.
  • 38:3 યહૂદી આગેવાનો, પ્રમુખ યાજક દ્વારા દોરાઈને, ઈસુને પરસ્વાધિન કરવા યહૂદા ને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવ્યા.
  • 38:14 યહૂદા યહૂદી આગેવાનો, સિપાઈઓ, અને મોટા ટોળા સાથે આવ્યો.

તેઓ બધા તરવારો અને સોટા લઇને આવ્યા. યહૂદા ઈસુ પાસે આવ્યો અને કહ્યું “રાબ્બી, સલામ,” અને તેને ચૂમ્યો.

  • 39:8 તે દરમ્યાન, તેને પરસ્વાધિન કરનાર યહૂદા, જોયું કે યહૂદી આગેવાનોએ ઈસુને મૃત્યુ માટે દોષિત ઠરાવ્યો. તે ખૂબ દુઃખી થયો અને ત્યાંથી જઈને આત્મહત્યા કરી મરી ગયો.

શબ્દ માહિતી:

  • Strong's: G2455, G2469