gu_tw/bible/other/betray.md

5.4 KiB

વિશ્વાસઘાત કરવો, દગો કરે છે, વિશ્વાસઘાત કર્યો, વિશ્વાસઘાત, દગો કરનાર, વિશ્વાસઘાતી, દગાખોરો

વ્યાખ્યા:

“વિશ્વાસઘાત” શબ્દનો અર્થ, કોઈને છેતરવાનું કાર્ય અને ઈજા કરવી. “ વિશ્વાસઘાતી” એવી વ્યક્તિ છે કે જે મિત્ર કે જે તેના પર ભરોસો રાખતો હતો તેને તે દગો કરે છે.

  • યહૂદા “એક વિશ્વાસઘાતી” હતો કારણકે તેણે ઈસુને કેવી રીતે પકડવો તે વિશે યહૂદી આગેવાનોને સમજાવ્યું.

યહૂદા દ્વારા થયેલો દગો ખાસ પ્રકારની ભૂંડાઈ હતી, કારણકે તે ઇસુનો પ્રેરિત હતો કે જેણે યહૂદી આગેવાનોને માહિતી આપવા માટે પૈસાની લેવડ દેવડ કરી કે જે પરિણામે ઈસુનું અન્યાયી રીતે મૃત્યુ થયું.

ભાષાંતરના સુચનો:

  • સંદર્ભ પ્રમાણે “વિશ્વાસઘાત” શબ્દનું ભાષાંતર “છેતરવું અને ઇજાનું કારણ બનવું” અથવા “દુશ્મનને સોંપી દેવું” અથવા “કરડાઈથી વર્તવું” એમ થઇ શકે છે.
  • “વિશ્વાસઘાતી” શબ્દનું ભાષાંતર “વ્યક્તિ કે જે વિશ્વાસઘાત કરે છે” અથવા “બે બાજુ બોલનાર” અથવા “વિશ્વાસઘાતી” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : યહૂદા ઈશ્કરિયોત, યહૂદી આગેવાનો, પ્રેરિત)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:11 બીજા પ્રબોધકો એ ભાખ્યું હતું કે જેઓએ મસીહને મારી નાખશે તેઓ તેના વસ્ત્રો માટે જુગાર રમશે અને તે તેના મિત્ર દ્વારા દગો પામશે.” ઝખાર્યા પ્રબોધકે ભાખ્યું કે તે મસીહ પકડાવવા માટે તેના મિત્રને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવવામાં આવશે.
  • 38:2 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં પહોંચ્યા પછી, યહૂદાએ પૈસાના બદલે ઈસુને પરસ્વાધિન કરાવવા માટે યહૂદી આગેવાનો પાસે ગયો.
  • 38:3 મુખ્ય યાજક દ્વારા દોરાવણી પામીને યહૂદી આગેવાનોએ ઈસુને પકડવા માટે યહૂદાને ચાંદીના ત્રીસ સિક્કા આપ્યા.
  • 36:6 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.” ઈસુએ કહ્યું કે “જે વ્યક્તિને હું રોટલીનો ટુકડો આપીશ તે વિશ્વાસઘાતી છે.”
  • 38:13 જયારે તે ત્રીજી વાર પાછો આવ્યો, ઈસુએ કહ્યું, “ઉઠો”

મને પરસ્વાધિન કરનાર અહીં છે.”

  • 38:14 પછી ઈસુએ કહ્યું, “યહૂદા, શું તું મને ચુંબનથી પરસ્વાધીન કરીશ?”
  • 39:8 તે દરમ્યાન, યહૂદા, વિશ્વાસઘાતીએ, જોયું કે યહૂદી આગેવાનોએ ઈસુને દોષિત ઠરાવી મારી નાખવાવા સારું સોંપ્યો છે. તે ગમગીન બન્યો અને તેણે બહાર જઈને આત્મહત્યા કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H7411, G3860, G4273