gu_tw/bible/names/job.md

2.7 KiB

અયૂબ

સત્યો:

અયૂબ એક માણસ હતો કે જેને બાઈબલમાં દેવની આગળ નિર્દોષ અને ન્યાયી તરીકે વર્ણવેલ છે. તે તેના ભયંકર દુઃખના સમયોમાં દેવમાં તેના વિશ્વાસને લાગુ રહેનાર માટે વિશેષ જાણીતો છે.

  • અયૂબ ઉસની ભૂમિમાં રહેતો હતો, કે જે કયાંક કનાનની ભૂમિની પૂર્વે કદાચ અદોમીઓના પ્રદેશની નજીક આવેલું હતું.
  • એવું માનવામાં આવે છે કે તે યેસાવ અને યાકૂબના સમયમાં જીવ્યો હતો, કારણકે અયૂબના મિત્રમાંનો એક “તિમાઈ” જે લોકજૂથનું નામ એસાવના પૌત્રના નામ પરથી આપવામાં આવેલ છે.
  • જૂના કરારનું અયૂબનું પુસ્તક કેવી રીતે અયૂબ અને બીજાઓ તેના દુઃખ પ્રત્યે કેવી પ્રતિક્રિયા કરે છે તે વિશે જણાવે છે.

તે સાર્વભૌમ ઉત્પન્નકર્તા અને વિશ્વના શાસક તરીકે દેવનો દ્રષ્ટિબિંદુ પણ આપે છે.

  • આ બધી આપત્તિઓ પછી, છેવટે દેવે અયૂબને સાજો કર્યો અને તેને વધુ બાળકો અને સંપત્તિ આપી.

અયૂબનુ પુસ્તક કહે છે કે તે ખૂબ વૃદ્ધ હતો ત્યારે મૃત્યુ પામ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, એસાવ, ખોરાક, યાકૂબ, લોકોનું જૂથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H347, H3102, G2492