gu_tw/bible/names/joab.md

2.0 KiB

યોઆબ

વ્યાખ્યા:

દાઉદના સમગ્ર શાસન દરમ્યાન યોઆબ દાઉદ રાજાના સૈન્ય માટે એક મહત્વનો નેતા હતો.

  • દાઉદના રાજા બન્યા પહેલા, પહેલેથીજ યોઆબ તેના વફાદાર સાથીઓમાંનો એક હતો.
  • પાછળથી, ઈઝરાએલ ઉપર રાજા તરીકે દાઉદના શાસન દરમ્યાન, યોઆબ દાઉદ રાજાના લશ્કરનો સેનાપતિ બન્યો.
  • યોઆબ એ દાઉદ રાજાનો ભાણેજ પણ હતો, કેમકે તેની માતા દાઉદની બહેનોમાંની એક હતી.
  • જયારે દાઉદના પુત્ર આબ્શાલોમે વિશ્વાસઘાતથી તેનો રાજા તરીકેનો હક લઈ લેવા માટે પ્રયાસ કર્યો ત્યારે રાજાને બચાવવા માટે યોઆબે આબ્શાલોમ ને મારી નાંખ્યો.
  • યોઆબ એ ખૂબજ આક્રમક લડવૈયો હતો અને તેણે ઘણા લોકો કે જેઓ ઈઝરાએલના શત્રુઓ હતા તેઓને મારી નાંખ્યા.

(આ પણ જુઓ: આબ્શાલોમ, દાઉદ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3097