gu_tw/bible/names/gibeon.md

2.9 KiB

ગિબયોન, ગિબયોની, ગિબયોનીઓ

સત્યો:

ગિબયોન શહેર કે જે લગભગ 13 કિલોમીટર યરૂશાલેમના વાયવ્ય ખૂણામાં આવેલું હતું. ગિબયોનમાં રહેનારા લોકો ગિબયોનીઓ કહેવાતા હતા.

  • જયારે ગિબયોનીઓએ સાંભળ્યું કે ઈઝરાએલીઓએ યરીખો અને આય શહેરોને કેવી રીતે નાશ કર્યો હતો, ત્યારે તેઓ ભયભીત થયા હતા.
  • જેથી ગિબયોનીઓ ગિલ્ગાલમાં ઈઝરાએલના આગેવાનો પાસે આવ્યા, અને દૂર દેશથી આવ્યા છે તેવો ઢોંગ કર્યો.
  • ઈઝરાએલી આગેવાનો છેતરાયા, અને તેઓએ ગિબયોનીઓ સાથે કરાર કર્યો કે તેઓ તેમનો નાશ કરશે નહિ અને તેઓનું રક્ષણ કરશે.

(આ પણ જુઓ: ગિલ્ગાલ, યરીખો, યરૂશાલેમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __15:6__પણ કનાની લોકોના જૂથોમાંનુ એક જે ગિબયોનીઓ હતા, તેઓએ યહોશુઆ આગળ જૂઠું બોલ્યાં કે તેઓ કનાનથી દૂરના સ્થળના હતા.
  • __15:7__પછી ક્યારેક, કનાનમાં અન્ય જૂથના રાજાઓ, અમોરીઓએ સાભળ્યું કે, ગિબયોનીઓએ ઈઝરાએલીઓ સાથે શાંતિ કરાર કર્યો છે, જેથી તેઓએ બીજા મોટા લશ્કર સાથે તેઓના લશ્કરો સંયોજિત કરી અને ગિબયોન પર હુમલો કર્યો.
  • __15:8__જેથી યહોશુઆએ ઈઝરાએલી લશ્કરને એકઠું કર્યું અને તેઓએ ગિબયોનીઓ સુધી પહોંચવા આખી રાત કૂચ કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H1391, H1393