gu_tw/bible/names/galatia.md

2.6 KiB

ગલાતિયા, ગલાતીઓ

સત્યો:

નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.

  • ગલાતિયાનો ભાગ કાળા સમુદ્ધની સરહદ પર આવેલો છે કે જે (સમુદ્ધ) ઉત્તર દિશામાં હતો.

તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.

  • પાઉલ પ્રેરિતે ખ્રિસ્તીઓ કે જેઓ ગલાતિયાના પ્રાંતમાં રહેતા હતા, તેઓને પત્ર લખ્યો.

આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.

  • પાઉલે ગલાતીઓને તેનો પત્ર લખ્યો, તેનું એક કારણ એ હતું કે તે ફરીથી સુવાર્તા પર ભાર મૂકે છે કે ઉદ્ધાર કરણીઓ દ્વારા નહીં, કૃપાથી પ્રાપ્ત થાય છે.
  • ત્યાં યહૂદી ખ્રિસ્તીઓ વિદેશી ખ્રિસ્તીઓને ખોટી રીતે શિક્ષણ આપતા હતા કે વિશ્વાસીઓને અમુક યહૂદી કાયદાઓ પાળવા તે જરૂરી હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આસિયા, માનવું, કિલીકિયા, સુવાર્તા, પાઉલ, કરણીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1053, G1054