gu_tw/bible/names/cain.md

2.1 KiB

કાઈન

સત્યો:

બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.

  • કાઈન ખેડૂત હતો, જે અનાજનો પાકની પેદાશ કરતો હતો, જયારે હાબેલ ઘેટાનો ગોવાળ હતો.
  • કાઈને તેના ભાઈ હાબેલને અદેખાઈના ક્રોધમાં મારી નાંખ્યો, કારણકે દેવે હાબેલના બલિદાનને સ્વીકાર્યું, પણ કાઈનના બલિદાનને સ્વીકાર્યુ નહોતું.
  • દેવે તેને સજા તરીકે એદનથી દૂર મોકલી દીધો, અને તેને કહ્યું કે જમીન તેના માટે પાકની ઉપજ આપશે નહીં.
  • દેવે કાઈનના કપાળ ઉપર નિશાન તરીકે ચિહ્ન મૂક્યું કે જયારે તે ભટકતો હોય ત્યારે લોકોને તેને મારી ન નાખે પણ તેનો તેથી બચાવ થાય.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: આદમ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7014, G2535