gu_tw/bible/names/boaz.md

1.9 KiB

બોઆઝ

સત્યો:

બોઆઝ ઈઝરાએલી માણસ હતો કે જે રૂથનો પતિ, દાઉદ રાજાના વડદાદા, અને ઈસુ ખ્રિસ્તનો પૂર્વજ હતો.

  • બોઆઝ જયારે ઈઝરાએલમાં ન્યાયાધીશો હતા તે સમય દરમ્યાન જીવ્યો હતો.
  • તે નાઓમી નામની ઈઝરાએલી સ્ત્રીનો સગો હતો કે જેનો પતિ અને પુત્રો મોઆબમાં મરણ પામ્યા પછી તેણી ઈઝરાએલ પાછી ફરી હતી.
  • બોઆઝે નાઓમીની વિધવા પુત્રવધૂ રૂથની સાથે લગ્ન કરી તેને છોડાવી અને તેણે તેણીને પતિ અને બાળકો સાથેનું ભવિષ્ય આપ્યું .
  • ઈસુએ આપણને કેવી રીતે પાપથી છોડાવ્યા અને બચાવ્યા તેની તે છબી દર્શાવે છે.

(ભાષાંતરના સૂચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: મોઆબ, છોડાવવું, રૂથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1162