gu_tw/bible/names/bethel.md

3.0 KiB

બેથેલ

સત્યો:

બેથેલ શહેર, યરૂશાલેમની ઉત્તરે કનાનની ભૂમિમાં આવેલું હતું. તે જૂના વખતમાં “લૂઝ” કહેવાતું હતું. ઈબ્રાહિમે પ્રથમ વાર દેવના વચનો પ્રાપ્ત કર્યા બાદ તેણે બેથેલની નજીક જઈ વેદી બાંધી. તે સમયે શહેરનું ખરું નામ પણ બેથેલ નહોતું, પણ તે સામાન્ય રીતે “બેથેલ” તરીકે દર્શાવાયું, જે તે રીતે વધુ જાણીતું હતું.

  • યાકૂબ જયારે તેના ભાઈ એસાવથી ભાગી ગયો, ત્યારે યાકૂબે એક રાત આ શહેરની નજીક રહીને ત્યાંની ખુલ્લી જમીનમાં સૂઈ રહ્યો હતો.

જયારે તે સૂઈ રહ્યો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું જેમાં તેણે સ્વર્ગની સીડીમાંથી દૂતો ચઢતા ઉતરતા જોયા.

  • યાકૂબે આ શહેરનું નામ બેથેલ આપ્યું નહીં ત્યાં સુધી તેનું નામ પડ્યું નહોતું.

આ બાબતને સ્પષ્ટ કરવા, કોઈક ભાષાંતરમાં તેનું ભાષાંતર “લૂઝ (જે પાછળથી બેથેલ)” કહેવાયું, એટલે કે ઈબ્રાહિમ વિશેના શાસ્ત્રભાગમાં અને યાકૂબ ત્યાં પહેલી વાર આવ્યો (તેણે તેનું નામ બદલ્યું તે પહેલા).

  • જૂના કરારમાં બેથેલનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો છે અને એવું સ્થળ હતું કે જ્યાં ઘણી મહત્વની ઘટનાઓ બની હતી.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વેદી, યાકૂબ, યરૂશાલેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1008