gu_tw/bible/names/bathsheba.md

3.4 KiB

બાથ-શેબા

સત્યો:

બાથ-શેબા તે દાઉદ રાજાના લશ્કરના સૈનિક ઉરિયાની પત્ની હતી. ઉરિયાના મરણ બાદ, તેણી દાઉદની પત્ની, અને સુલેમાનની માતા બની.

  • દાઉદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો, જયારે તે ઉરિયા સાથે પરિણીત હતી.
  • જયારે બાથ-શેબા દાઉદના બાળકનીમાં બની, દાઉદે ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો.
  • પછી દાઉદ બાથ-શેબા સાથે પરણ્યો અને તેણીએ તેના બાળકને જન્મ આપ્યો.
  • તેના જન્મ પછી કેટલાક દિવસો બાદ બાળકના મૃત્યુ દ્વારા દેવે દાઉદને તેના પાપની શિક્ષા કરી.
  • પછી, બાથ-શેબાએ બીજા દીકરા, સુલેમાનને જન્મ આપ્યો, જે મોટો થયો અને તે દાઉદ પછી રાજા બન્યો.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: દાઉદ, સુલેમાન. ઉરિયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:10 એક દિવસે, જયારે દાઉદના બધા સૈનિકો વતનથી દૂર યુદ્ધ લડી રહ્યા હતા, ત્યારે દાઉદે બપોરની અલ્પનિદ્રામાંથી ઉઠીને અને એક સુંદર સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તેણીનું નામ બાથ-શેબા હતું.

17:11 થોડા સમય પછી બાથ-શેબા એ દાઉદને સંદેશો મોકલી કહેવડાવ્યું કે તેણી સગર્ભા હતી. 17:11 બાથ-શેબાનો પતિ, ઉરિયા નામનો માણસ, દાઉદના સૈનિકોમાંનો એક શ્રેષ્ઠ સૈનિક હતો.

  • 17:13 ઉરિયાના મૃત્યુ બાદ, દાઉદે બાથ-શેબા સાથે લગ્ન કર્યા.
  • 17:14 પછી દાઉદ અને બાથ-શેબા ને બીજો પુત્ર થયો, તેઓએ તેનું નામ સુલેમાન પાડ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H1339