gu_tw/bible/names/ahab.md

2.9 KiB

આહાબ

સત્યો:

આહાબ ઇઝરાયેલના ઉત્તરના રાજ્યનો ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 875 થી 854 સુધી રાજ્ય કર્યું.

  • આહાબ રાજાએ ઇઝરાએલના લોકોને જુઠા દેવોની ઉપાસના કરવા માટે પ્રભાવ પુરો પાડ્યો.
  • એલીયાહે આહાબ રાજાની સામે ઉઠીને કહ્યું કે, ઇઝરાએલમાં સાડા ત્રણ વર્ષ દુકાળ પડશે, કારણકે તેણે ઇઝરાએલના લોકોને પાસે પાપ કરાવ્યું છે.
  • આહાબ અને તેની પત્ની ઇઝેબેલ બીજી ઘણી ભૂંડી બાબતો કરી, જેમાં નિર્દોષ લોકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.

(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓ: બઆલ, એલીયાહ, ઇઝેબેલ, ઇઝરાયેલનું રાજ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

  • 19:2 આહાબ જયારે ઇઝરાયેલ પર રાજ્ય કરતો હતો ત્યારે એલીયાહ પ્રબોધક હતો. આહાબ ભૂંડો રાજા હતો કે જેણે બઆલ જે જુઠો દેવ હતો તેની ઉપાસના કરવા માટે લોકોને પ્રેરણા પૂરી પાડી.
  • 19:3 આહાબ અને તેના સૈન્યએ એલીયાહની શોધ કરી પણ તેઓ તેને શોધી શક્યા નહીં.
  • 19:5 ઈશ્વરે એલીયાહને સાડા ત્રણ વર્ષ પછી ઇઝરાયેલના રાજ્ય પરત મોકલીને આહાબને કહેવડાવ્યું કે, તે ફરીથી વરસાદ મોકલનાર છે.

શબ્દ માહિતી:

  • Strong's: H256