gu_tw/bible/kt/tetrarch.md

2.7 KiB

ટેટ્રાર્ક

વ્યાખ્યા:

" ટેટ્રાર્ક " શબ્દ એ એક સરકારી અધિકારીનો ઉલ્લેખ કરે છે જેણે રોમન સામ્રાજ્યના ભાગ પર શાસન કર્યું હતું. દરેક ટેટ્રાર્ક રોમન સમ્રાટની સત્તા હેઠળ હતો.

  • "ટેટ્રાર્ક" શિર્ષકનો અર્થ "ચાર સંયુક્ત શાસકોમાંથી એક છે."
  • સમ્રાટ ડાયોક્લેટિન હેઠળ શરૂ કરીને, ત્યાં રોમન સામ્રાજ્યના ચાર મુખ્ય વિભાગો હતા અને દરેક ટેટ્રાર્કે એક વિભાગ પર શાસન કર્યું.
  • "મહાન" હેરોદનું રાજ્ય, જે ઈસુના જન્મ સમયે રાજા હતા, તેમના મૃત્યુ પછી ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, અને તેમના પુત્રોએ " ટેટ્રાર્ક " અથવા "ચોથા ભાગના શાસકો" તરીકે શાસન કર્યું હતું.
  • દરેક વિભાગમાં એક અથવા વધુ નાનાં ભાગો "પ્રાંતો" કહેવાતા હતા. જેવા કે ગાલીલ અથવા સમરૂન.
  • " હેરોદ ટેટ્રાર્ક "નો નવા કરારમાં ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમને "હેરોદ અંતિપાસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • " ટેટ્રાર્ક " શબ્દનો અનુવાદ "પ્રાદેશિક રાજયપાલ" અથવા "પ્રાંતીય શાસક" અથવા "શાસક" અથવા " રાજયપાલ " તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: રાજયપાલ, હેરોદ અંતિપાસ, પ્રાંત, [રોમ[, શાસક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G5075, G5076