gu_tw/bible/kt/sanctify.md

3.5 KiB

પવિત્ર કરવું, પવિત્ર કરે છે, પવિત્રીકરણ

વ્યાખ્યા:

પવિત્ર કરવું એટલે કે અલગ કરવું અથવા પવિત્ર બનાવવું. પવિત્રીકરણ એ પવિત્ર બનવાની પ્રક્રિયા છે.

  • જુના કરારમાં, ચોક્કસ લોકો અને બાબતો ઈશ્વરને માટે પવિત્ર કરવામાં આવતી હતી અથવા અલગ કરવામાં આવતી હતી.
  • નવો કરાર શીખવે છે કે જે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર પવિત્ર કરે છે.

એટલે કે, તેઓ લોકોને તેમની સેવા કરવાં માટે પવિત્ર કરે છે અને અલગ કરે છે.

  • ઈસુમાં વિશ્વાસીઓને આજ્ઞા પણ આપવામાં આવી છે કે તેઓ પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરે, જે સઘળું તેઓ કરે તેઓમાં પવિત્ર રહીને.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે “પવિત્ર કરવું” શબ્દનું અનુવાદ “અલગ કરવું” અથવા “પવિત્ર બનાવવું” અથવા “ શુદ્ધ કરવું” એમ કરી શકાય.
  • જ્યારે લોકો પોતાને પવિત્ર કરે, ત્યારે તેઓ પોતાને શુદ્ધ કરે છે અને પોતાને ઈશ્વરની સેવાને માટે સમર્પિત કરે છે. “અભિષેક” શબ્દ વારંવાર બાઈબલમાં આ અર્થ સાથે વાપરવામાં આવ્યો છે.
  • જ્યારે તેનો અર્થ “અભિષેક” કરવો હોય, ત્યારે આ શબ્દનો અનુવાદ “ઈશ્વરની સેવાને માટે કોઈકને (અથવા કંઇક) સમર્પિત કરવું” આ પ્રમાણે કરી શકાય.
  • સંદર્ભને આધારે, “તમારું પવિત્રીકરણ” શબ્દસમૂહનું અનુવાદ “તમને પવિત્ર બનાવવા” અથવા “તમને અલગ કરવા (ઈશ્વરને માટે)” અથવા “જે તમને પવિત્ર બનાવે છે” આ પ્રમાણે કરી શકાય.

(આ પણ જુઓ: અભિષેક, પવિત્ર, અલગ કરવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6942, G37, G38