gu_tw/bible/kt/consecrate.md

3.0 KiB

પાવન કરવું, પાવન કરેલું, પવિત્રીકરણ

વ્યાખ્યા:

પાવન કરવું શબ્દનો અર્થ, કઈંક અથવા કોઈકને દેવની સેવા માટે અર્પણ કરવું. વસ્તુ અથવા વ્યક્તિ કે જેને પાવન કરેલી છે તેને પવિત્ર માનવામાં આવે છે અને તે દેવ માટે અલગ કરાયેલી છે.

  • આ શબ્દનો અર્થ, “પવિત્ર કરવું” અથવા “પવિત્ર બનાવવું” થાય છે, પણ તેમાં એક ઔપચારિક અર્થ ઉમેરવામાં આવે છે એટલે કે તેને દેવની સેવા માટે અલગ કરવામાં આવે છે.
  • દેવને જે વસ્તુઓ પાવન તરીકે અર્પણ કરવામાં આવે છે તેમાં બલિદાન આપવાના પ્રાણીઓ, અર્પણની હોમ વેદી, અને મુલાકાત મંડપનો સમાવેશ થાય છે.
  • લોકો કે જેઓ દેવને પાવન થયેલા હતા, તેમાં યાજકો, ઈઝરાએલના લોકો, અને પ્રથમ નર બાળકનો સમાવેશ થાય છે.
  • ક્યારેક “પાવન” શબ્દનો અર્થ “શુદ્ધ” શબ્દની સમાન હોય છે, ખાસ કરીને જયારે તે લોકો અથવા વસ્તુઓને અનુલક્ષીને દેવની સેવા માટે તૈયાર કરવામાં આવે કે જેથી તેઓ શુદ્ધ અને સ્વીકાર્ય બને.

ભાષાંતરના સૂચનો:

  • “પાવન” શબ્દનું ભાષાંતર, “દેવની સેવા માટે અલગ કરાયેલા” અથવા “દેવની સેવા માટે શુદ્ધ કરાયેલા” એવા શબ્દોનો સમાવેશ થઇ શકે છે.
  • “પવિત્ર” અને “શુદ્ધ કરવું” તે શબ્દોના ભાષાંતર કેવી રીતે કરવું તે ધ્યાનમાં રાખો.

(આ પણ જુઓ: પવિત્ર, શુદ્ધ, પવિત્ર કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2763, H3027, H4390, H4394, H5144, H5145, H6942, H6944, G1457, G5048