gu_tw/bible/kt/righthand.md

5.8 KiB

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

  • શક્તિ, અધિકાર અથવા સામર્થ્યના ચિહ્ન તરીકે પણ જમણા હાથનો ઉપયોગ થાય છે.
  • બાઈબલ વર્ણવે છે કે ઈસુ વિશ્વાસીઓના (મંડળી) શરીરના શિર તરીકે અને સમગ્ર સૃષ્ટિ પર અંકુશ ધરાવનાર શાસક તરીકે ઈશ્વરપિતાના "જમણા હાથે" બેઠા છે.
  • જ્યારે આશીર્વાદ આપવાને માટે કોઈના માથા પર હાથ મુકવામાં આવતો ત્યારે વ્યક્તિનો જમણો હાથ ખાસ માન બતાવવા માટે વાપરવામાં આવતો હતો (જેમ વડા યાકુબે યુસફના દીકરા એફ્રાઈમને આશીર્વાદ આપ્યો હતો તેમ).
  • કોઈના "જમણા હાથે રહીને સેવા કરવી'' એનો અર્થ એ કે એવા વ્યક્તિ બનવું કે જેની સેવા ખાસ કરીને તે વ્યક્તિ માટે મદદરૂપ તથા મહત્વની હોય.

અનુવાદ માટેના સૂચનો:

  • કેટલીકવાર "જમણો હાથ" ખરેખર વ્યક્તિના જમણા હાથને દર્શાવે છે, જેમ કે રોમન સૈનિકોએ ઠપકો આપવાને માટે ઈસુના જમણા હાથે એક કર્મચારીને રાખ્યો હતો.

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

  • રૂપકાત્મક ઉપયોગ માટે, જો "જમણો હાથ" શબ્દનો સમાવેશ કરતો શબ્દપ્રયોગનો પ્રોજેક્ટ ભાષામાં સમાન અર્થ થતો ન હોય તો તે ભાષામાં સમાન અર્થવાળો કોઈ શબ્દપ્રયોગ છે કે નહીં તે કાળજીપૂર્વક ધ્યાનમાં લો.
  • "જમણા હાથે" શબ્દપ્રયોગનું અનુવાદ "જમણી બાજુએ" અથવા "બાજુના સન્માનના સ્થાને" અથવા "સામર્થ્યની સ્થિતિમાં" અથવા "મદદ માટે તૈયાર" એમ પણ થઇ શકે છે.
  • ''તેના જમણા હાથ વડે" નું અનુવાદ "અધિકાર સાથે" અથવા "શક્તિનો ઉપયોગ કરીને" અથવા "તેના અદ્દભૂત સામર્થ્ય વડે" એ રીતે પણ કરી શકાય.
  • રૂપકાત્મક શબ્દપ્રયોગ "તેનો જમણો હાથ અને તેનો શક્તિશાળી ભૂજ" ઈશ્વરની શક્તિ અને મહાન સામર્થ્ય પર ભાર મૂકી બે રીતે ઉપયોગમાં લે છે. આ શબ્દપ્રયોગનો અનુવાદ કરવાની એક રીત આ પણ હોઈ શકે "તેનું અદ્દભૂત સામર્થ્ય અને સમર્થ શક્તિ.'' (જુઓ: સમાંતરણ
  • શબ્દપ્રયોગ "તેનો જમણો હાથ જુઠ્ઠો છે" તેનું અનુવાદ "તેમના વિશેની સન્માનીય બાબત પણ જુઠ્ઠ દ્વારા દૂષિત છે" અથવા "તેમનું સન્માનીય સ્થાન છેતરપીંડી દ્વારા દૂષિત છે" અથવા "તેઓ પોતાને શક્તિમાન બનાવવા માટે જુઠ્ઠનો ઉપયોગ કરે છે" તેમ થઇ શકે છે.

(આ પણ જુઓ: દોષારોપણ, દુષ્ટ, માન, શક્તિશાળી, શિક્ષા, બંડખોર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3225, H3231, H3233, G1188