gu_ta/process/setup-ts/01.md

4.6 KiB

મોબાઈલ માટે tS સ્થાપિત કરવું

અનુવાદસ્ટુડિયોનું મોબાઈલ (એન્ડ્રોઇડ) સંસ્કરણ Google Play Store ઉપલબ્ધ છે (https://play.google.com/store/apps/details?id=com.translationstudio.androidapp) અથવા તેને http://ufw.io/ts/ પરથી સીધું ડાઉનલોડ કરી શકો છો. જો તમે તેને Play Store પરથી સ્થાપિત કરો, તો જ્યારે Play સ્ટોરે પર નવું સંસ્કરણ ઉપલબ્ધ થશે ત્યારે તે તમને જાણ કરશે. ધ્યાનમાં રાખો કે તમે આ appને બીજા ઉપકરણો માટે પણ apk દ્વારા સ્થાપિત કરી શકો છો.

ડેસ્કટોપમાટે tS સ્થાપિત કરવું

અનુવાદસ્ટુડીઓનું ડેસ્કટોપ અથવા લેપટોપ કોમ્પ્યુટર માટેનું (Windows, Mac, or Linux) નવીનતમ સંસ્કરણ http://ufw.io/ts/ પર ઉપલબ્ધ છે. તે કાર્યક્રમ સ્થાપિત કરવા માટે “ડેસ્કટોપ” વિભાગને ડાઉનલોડ કરવા તરફ દોરો અને નવીનતમ સંસ્કરણ લઈ લો. ધ્યાન રાખો કે તમે બીજા કોમ્પ્યુટર સાથે વહેંચવા માટે તમે તેની સ્થાપિત ફાઈલની નકલ કરી આપી શકો છો.

tSનો ઉપયોગ

એક વખત સ્થાપિત થયા પછી, અનુવાદસ્ટુડીઓમાં બંને સંસ્કરણો સમાન રીતે કામ કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. તમારે અનુવાદસ્ટુડીઓનો ઉપયોગ કરવા માટે ઈંટરનેટની જરૂર નથી. અનુવાદસ્ટુડીઓનો પ્રથમ વખત ઉપયોગ કરતાં તમારે [વિશ્વાસના નિવેદન], [અનુવાદ માર્ગદર્શિકા], અને [ખુલ્લા પરવાના]ના કરાર પર સહી કરવી જરૂરી છે.

આવરણના પ્રથમ ઉપયોગ બાદ, તમને તમારી ઘરના આવરણ પર પાછા લાવવામાં આવશે જ્યાં તમે નવી યોજના બનાવી શકો છો. એક વખત તમારી યોજના બની ગયા બાદ, તમે તરત જ અનુવાદ કરવાનું શરુ કરી શકો છો. સ્રોત લખાણની વધુ સારી સમજને માટે ત્યાં અનુવાદમદદ રાખવામાં આવી છે જે તમને appમાં તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારું કામ આપોઆપ સાચવવામાં આવે છે તેનું ધ્યાન રાખો. તમે વિવિધ અંતરાલે તમારા કામનું બેક અપ, વહેંચણી અથવા અપલોડ કરવાની પસંદગી કરી શકો છો. (આ કાર્યનો ઉપયોગ કરવા માટે યાદીનો ઉપયોગ કરો).

tSનો ઉપયોગ કર્યા બાદ

૧. અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમારા અનુવાદની તપાસ કરવામાં આવે (જુઓ તપાસ શરુ થતા પહેલા તાલીમ). ૧. એક વખત તપાસણી પૂરી થાય (કોઈ પણ સ્તરે), તમે તે app પરથી તમારું કાર્ય અપલોડ કરી શકો છો (યાદી > અપલોડ). ૧. એક વખત અપલોડ થઈ ગયા બાદ, તમે તમારું કાર્ય Door43 પર ઓનલાઈન જોઈ શકો છો (જુઓ [પ્રકાશન])