gu_ta/translate/figs-metaphor/01.md

41 KiB

વર્ણન

રૂપક તે બોલીનો એક પ્રકાર છે જેમાં વ્યક્તિ એક બાબત સંબંધી એ રીતે વાત કરે છે જાણે કે તે અલગ બાબત હોય કારણ કે તે ઈચ્છે છે કે સાંભળનાર લોકો એ વિચારે કે કેવી રીતે આ બે બાબતો એકસમાન જેવી લાગે છે.

બીજા શબ્દોમાં, રૂપકમાં, કોઈ એક વસ્તુ વિષે એવું બોલે છે જેમ તે અન્ય વસ્તુ હોય કારણ કે તે ઈચ્છે છે કે લોકો વિચારે કે કેવી રીતે બે વસ્તુઓ એક સમાન છે.

ઉદાહરણ તરીકે, કોઈ એમ કહે કે.

  • હું જે છોકરીને પ્રેમ કરું છું તે લાલ ગુલાબ છે.

એક છોકરી અને એક ગુલાબ, તે બંને અલગ બાબતો છે, પરંતુ વક્તા તેને એ રીતે ધ્યાન પર લે છે જાણે તેઓ કોઈક રીતે એકસમાન છે. તે જે રીતે એકસમાન છે તે સમજવું તે સાંભળનારનું કાર્ય છે.

રૂપકના ભાગો

ઉપરનું ઉદાહરણ આપણને દર્શાવે છે કે એક રૂપકના ત્રણ ભાગ છે. આ રૂપકમાં, વક્તા વાત કરી રહ્યા છે કે "એક છોકરી જેને હું પ્રેમ કરું છું." આ વિષય છે. વક્તા ઈચ્છે છે કે સાંભળનાર વિચારે કે તેણી અને "એક લાલ ગુલાબ" વચ્ચે શું સમાનતા છે. લાલ ગુલાબ એક છબી છે જેની સાથે વક્તા છોકરીની સરખામણી કરે છે. મોટાભાગે, તે ઈચ્છે છે કે વાચકો સમજે કે 'છોકરી અને ગુલાબ' બંને સુંદર છે. આ ખ્યાલ છે જે છોકરી અને ગુલાબ બંને દર્શાવે છે અને તેથી આપણે પણ તેને સરખામણીનો મુદ્દો કહી શકીએ.

દરેક રૂપકના ત્રણ ભાગો હોય છે:

  • વિષય, જેની ચર્ચા લેખક/વક્તા દ્વારા તુરંત જ કરવામાં આવે છે.
  • છબી, ભૌતિક બાબત (પદાર્થ, પ્રસંગ, કાર્ય વિગેરે.) જેનો ઉપયોગ વિષયનું વર્ણન કરવા માટે વક્તા કરે છે.
  • ખ્યાલ, અમૂર્ત ખ્યાલ અથવા ગુણવત્તા જે ભૌતિક છબી સાંભળનારના મનમાં ઉપજાવે છે જ્યારે તે વિચારે છે કે કેવી રીતે છબી અને વિષય સમાન છે. ઘણીવાર બાઇબલમાં રૂપકના ખ્યાલને સ્પસ્ટપણે દર્શાવવામાં આવ્યો હોતો નથી, પરંતુ તે લખાણમાંથી સૂચિત કરાયો હોય છે. સાંભળનાર અથવા વાચકે સ્વયં ખ્યાલ વિષે વિચારવાનું હોય છે.

આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે રૂપક એ રુઢિપ્રયોગ છે જે અમૂર્ત ખ્યાલને વક્તાના વિષય સાથે લાગુ કરવા માટે એક ભૌતિક છબીનો ઉપયોગ કરે છે

સામન્ય રીતે, વિષય અને છબી વચ્ચે ઓછામાં ઓછા એક સરખામણીનો મુદ્દો (ખ્યાલ) હોય તે રીતે વિષય વિષે કશું વ્યક્ત કરવા માટે લેખક અથવા વક્તા રૂપકનો ઉપયોગ કરતા હોય છે. રૂપકોમાં મહદઅંશે વિષય અને છબીને સ્પસ્ટ રીતે વ્યક્ત કરવામાં આવ્યા હોય છે, પરંતુ ખ્યાલ માત્ર સૂચિત હોય છે. મોટાભાગે રૂપકનો ઉપયોગ કરવા દ્વારા વક્તા/લેખક ઈચ્છે છે કે તેઓ વાચક/સાંભળનારને આમંત્રિત કરે કે તેઓ વિષય અને છબી વચ્ચે સમાનતા વિષે વિચારે અને જે ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે તેને તેઓ સ્વયં સમજી લે.

વક્તાઓ તેમના સંદેશાને મજબૂત બનાવવા માટે, તેમની ભાષાને વધુ આબેહૂબ બનાવવા માટે, તેમની લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરવા માટે, બીજી રીતે કહેવામાં જે અઘરું હોય તેને રૂપક દ્વારા કહેવા માટે અથવા લોકો તેમના સંદેશને યાદ રાખે માટે, વક્તાઓ મોટાભાગે રૂપકોનો ઉપયોગ કરતા હોય છે.

કેટલીકવાર વક્તાઓ રૂપકોનો ઉપયોગ કરતાં હોય છે જે તેઓની ભાષામાં ખૂબ સામાન્ય હોય. તેમ છતાં, કેટલીકવાર વક્તાઓ રૂપકોનો ઉપયોગ કરે છે કે જે અસામાન્ય હોય અને એવા કેટલાક રૂપકો કે જે અનન્ય હોય. જ્યારે કોઈ રૂપક જે તે ભાષામાં બહુ સામાન્ય થઇ જાય ત્યારે મહદઅંશે તે "નિષ્ક્રિય" રૂપક બની જાય છે, અસામાન્ય રૂપકોના વિરોધાભાસમાં જે અસામાન્ય રૂપકોને આપણે "સક્રિય" તરીકે વર્ણવીએ છીએ. નિષ્ક્રિય રૂપકો અને સક્રિય રૂપકો, દરેક અલગ અલગ પ્રકારના ભાષાંતર પ્રશ્નો ઉભા કરે છે, જેની ચર્ચા આપણે હવે આગળ કરીશું.

નિષ્ક્રિય/મૃત રૂપકો

નિષ્ક્રિય રૂપક એક રૂઢિપ્રયોગ છે જેનો ઉપયોગ ભાષામાં ખૂબ કરવામાં આવ્યો છે જેથી હવે તેના વક્તાઓ તે રૂપકને, એક ખ્યાલ બીજા ખ્યાલ માટે છે, તે રીતે ના જુએ. ભાષાકીય વિધ્વાનો આને "મૃત રૂપકો" કહે છે. નિષ્ક્રિય રૂપકો ખૂબ જ સર્વસામાન્ય હોય છે. અંગ્રેજીમાં ઉદાહરણો સમાવેશ કરે છે શબ્દોનો જેવા કે "મેજનો પાયો," "પરિવાર વૃક્ષ," "પુસ્તક પાંદડું" (જેનો અર્થ થાય કે પુસ્ક્તમાંનું એક પૃષ્ઠ), અથવા તો શબ્દ "ક્રેન" (જેનો અર્થ છે એક મોટું મશીન જેનો ઉપયોગ ભારી સામાન ઊંચકવા માટે થાય છે). અંગ્રેજી વક્તાઓ આ શબ્દો માટે સર્વસામાન્યપણે એમ વિચારે કે આ શબ્દોના એક કરતાં વધારે અર્થ થાય છે. હિબ્રુ બાઇબલ નિષ્ક્રિય રૂપકોના ઉદાહરણોનો સમાવેશ કરે છે, શબ્દો દ્વારા જેવાકે, "હાથ" જે "સામર્થ્ય"ને દર્શાવે છે, "મોં/મુખ" જે "ઉપસ્થિતી"ને દર્શાવે છે, અને લાગણીઓ અથવા નૈતિક લાક્ષણિકતાઓ વિષે બોલતાં જાણે કે તે "પહેરી લીધું હોય" તે રીતે વાત કરે છે.

ખ્યાલો રૂપકો તરીકે વર્તતા હોય છે તેવ ખ્યાલોના સ્વરૂપોની જોડો રૂપકો તરીકે રજૂઆતના ઘણી રીતો તેના ખ્યાલોની જોડ પર આધાર રાખે છે, જ્યાં એક અંતર્ગત ખ્યાલ, વિવિધ અંતર્ગત ખ્યાલ માટે સતતપણે ઉપસ્થિત હોય છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજીમાં, "ઉપરની" દિશા (છબી) મોટાભાગે "વધુ" અથવા "વધુ સારા" (ખ્યાલ)ને રજૂ કરે છે. આ અંતર્ગત ખ્યાલોની જોડ ને કારણે, આપણે વાક્યો બનાવી શકીએ જેવા કે "ગેસના ભાવ ઉપર જઈ રહ્યા છે," "એક અતિ ઉચ્ચ બુદ્ધિમાન માણસ," અને આનાથી વિરુદ્ધ પ્રકારનો ખ્યાલ પણ: "તાપમાન નીચું જઈ રહ્યું છે," અને "હું ખૂબ નિર્બળ અનુભવી રહ્યો છું."

દુનિયાની ભાષાઓમાં ખ્યાલોના સ્વરૂપોની જોડોનો ઉપયોગ સતતપણે રૂપકોના હેતુઓ માટે થાય છે કારણ કે વિચારને ગોઠવવા માટે તે અનુકૂળ રીતો પૂરી પાડે છે. સામન્ય રીતે, લોકો અમૂર્ત લાક્ષણિકતાઓ વિષે બોલવાનું પસંદ કરે છે (જેમ કે સામર્થ્ય, ઉપસ્થિતી, લાગણીઓ અને નૈતિક લાક્ષણિકતાઓ) જેમ કે તે શરીરના ભાગો હોય, અથવા તે પદાર્થો હોય જેને જોઈ શકાય અથવા હાથથી પકડી શકાય, અથવા તે ઘટનાઓ હોય જેને જેમ તે બને છે તેમ જોઈ શકાય.

જ્યારે આ રૂપકોનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, ત્યારે વક્તા અને દર્શકો તે રૂપકોને આકસ્મિક વાણી તરીકે ગણાતા હોય, તેવું તે દુર્લભ છે. અંગ્રેજીમાં રૂપકોના ઉદાહરણ કે જે અપરિચિત જાય છે:

  • “તાપમાનમાં વધારો કરો.” વધારાને વધુ તરીકે કહેવામાં આવ્યું છે.
  • “ચાલો આપણે ચર્ચામાં આગળ વધીએ.” જે યોજના કરેલ છે તે કરવું તેને ચાલવા અથવા આગળ વધવા તરીકે કહેવામાં આવ્યું છે.
  • “તમે તમારા સિદ્ધાંતનો બચાવ સારી રીતે કરો છો.” વાદવિવાદને યુદ્ધ તરીકે કહેવામાં આવ્યું છે.
  • “શબ્દોનો પ્રવાહ” ને પ્રવાહી તરીકે બોલવામાં આવે છે.                                                                                                                                                                             આમને અંગ્રેજી વક્તાઓ રૂપક અભિવ્યક્તિઓ અથવા અલંકાર તરીકે જોતા નથી, તેથી તેઓનું અન્ય ભાષાઓમાં ભાષાંતર એવી રીતે કરવું કે જેનાથી તેઓના પર લાક્ષણિકરૂપે વિશેષ ધ્યાન આપવા માટે તે લોકોને દોરી જાય, તે ખોટું હશે. બાઈબલની ભાષાઓમાં આ પ્રકારના રૂપકની મહત્વપૂર્ણ પદ્ધતિના વર્ણન માટે, મહેરબાની કરીને જુઓ, બાઈબલની છબીઓ - સામાન્ય પદ્ધતિઓ અને તે પૃષ્ઠ તમને દિશા નિર્દેશિત કરશે.

જ્યારે કોઈ વસ્તુ કે જે મૃત રૂપક છે અને તેને અન્ય ભાષામાં ભાષાંતર કરી રહ્યાં હોય ત્યારે તેને મૃત રૂપકના રૂપમાં ના લેશો. તેને બદલે, લક્ષિત ભાષામાં તે વસ્તુ માટે ઉત્તમ અભીવ્યક્તિ અથવા ખ્યાલનો ઉપયોગ કરો.

સક્રિય/જીવંત રૂપકો

આ તે રૂપકો છે કે જેને લોકો એક ખ્યાલ કે જે બીજા ખ્યાલ માટે અથવા એક વસ્તુને બીજી વસ્તુ માટે ઊભા રહેનાર, તરીકે ઓળખે છે. તેઓ લોકોને વિચારતા કરે છે કે કેવી રીતે એક વસ્તુ બીજી વસ્તુ જેવી છે, કારણ કે ઘણી રીતે તે બંને વસ્તુઓ ખૂબ જ ભિન્ન હોય છે. લોકો આ રૂપકોને, સંદેશાને મજબૂતાઈ આપતા અને સંદેશ માટે અસામાન્ય ગુણો તરીકે, સરળતાથી ઓળખે છે. આ કારણોને લીધે, લોકો આ રૂપકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે,

માટે તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તમારે માટે સાજાપણાની પાંખો સાથે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે. (માલાખી ૪:૨અ યુ.એલ.ટી.)

અહીંયા ઈશ્વર તેમના તારણની વાત એ રીતે કરે છે જાણે કે તે એક ઉગતો સૂર્ય હોય અને જેઓને તે પ્રેમ કરે છે તે લોકો પર તે તેના કિરણોને પ્રસારે છે. તે સૂર્યની કિરણો વિષે પણ એ રીતે કહે છે જેમ કે તેને પાંખો છે. ઉપરાંત, તે આ પાંખોની વાત એ રીતે કરે છે જાણે કે તે દવા લઈને આવે છે, જે તેમના લોકોને સાજા કરશે. અહીંયા બીજું ઉદાહરણ છે.

“ઈસુએ કહ્યું, ‘જાઓ અને તે શિયાળને કહો..,”’ (લુક ૧૩:૩૨અ યુ.એલ.ટી.)

અહીં, “તે શિયાળ” રાજા હેરોદનો ઉલ્લેખ કરે છે. જે લોકો ઈસુને સાંભળતા હતા તેઓ નિશ્ચિત સમજતા હતા કે ઈસુ ચાહતા હતા કે તેઓ શિયાળનાં જેવી ચોક્કસ લાક્ષણિકતાઓ હેરોદ માટે લાગુ કરે. તેઓ કદાચ સમજ્યા કે ઈસુ એવું કહેવા માગે છે કે હેરોદ દુષ્ટ હતો, નિપુણ રીતે અથવા તો કોઈ વિનાશકારી હોય તે રીતે, કાતિલ અથવા જે તેનું નથી તે વસ્તુ તેણે લઇ લીધી હોય તે રીતે અથવા આ બધી જ રીતે.

જીવંત રૂપકો તે એવા રૂપકો છે જેનું સાચી રીતે ભાષાંતર કરવા માટે વિશેષ કાળજી રાખવી પડે છે. તેવું કરવા માટે, આપણે રૂપકના ભાગો તથા અર્થ પ્રગટ કરવા માટે તે ભાગો કેવી રીતે એકમેક સાથે કાર્ય કરે છે તે સમજવાની જરૂર છે.

ઈસુએ તેઓને કહ્યું, "જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ લાગશે નહિ, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને ક્યારેય તરસ લાગશે નહિ." (યોહાન ૬:૩૫ યુ.એલ.ટી.)

આ રૂપકમાં, ઈસુએ પોતાને જીવનની રોટલી કહ્યું. તેમાં વિષય “હું” છે, અને “રોટલી” તે છબી છે. રોટલી તે ખોરાક છે જેને લોકો હંમેશા ખાય છે. રોટલી અને ઈસુ વચ્ચેની સરખામણી કરવાનો મુદ્દો એ છે કે લોકોને પોષણ માટે દરરોજ રોટલીની જરૂર છે. જેવી રીતે લોકોને શારીરિક જીવન માટે ખોરાક ખાવાની જરૂર પડે છે, તે જ રીતે આત્મિક જીવન માટે લોકોએ ઈસુ પર ભરોસો રાખવાની જરૂર છે.

રૂપકના હેતુઓ

  • રૂપકનો એક હેતુ છે કે લોકોને (છબી) દ્વારા કંઈ બતાવવું જે તેઓ અગાઉથી જાણે છે અને તે દ્વારા શીખવવાનું કે જે તેઓ (વિષય) જાણતા નથી.
  • બીજો હેતુ છે કે કશાક પર ભાર મૂકવો (વિષય) જેમાં વિશેષ ગુણવત્તા (ખ્યાલ) હોય છે અથવા એમ દર્શાવવું કે તેનામાં ગુણવત્તા ખૂબ ભરપૂર રીતે છે.
  • અન્ય હેતુ છે કે લોકોને દોરવા કે તેઓ વિષય વિષે જે રીતે અનુભવે છે તેવી જ સમાન રીતે તેઓ છબી વિષે પણ અનુભવે.

આ ભાષાંતરની સમસ્યા હોવાના કારણો

  • લોકો કદાચ જાણી નહિ શકે કે વાક્યમાં રૂપક શું છે. બીજા શબ્દોમાં, તેઓ રૂપકને શાબ્દિક વાક્યની સાથે ભૂલ કરી બેસે છે, અને તેમ તેઓ ગેરસમજ કરી શકે છે.
  • લોકો એવી વસ્તુથી પરિચિત ન પણ હોય કે જે છબી તરીકે વપરાય છે, અને તેથી તેઓ રૂપકને સમજવા સક્ષમ નથી.
  • જો વિષયને જણાવવામાં નથી આવતો તો, લોકો કદાચ જાણી શકતા નથી કે કયો વિષય છે.
  • વક્તા જે વિચારી રહ્યા છે અને તેઓને સમજાવવા માગે છે તે લોકો સરખામણીના મુદ્દાઓને જાણતા હોતા નથી. જો તેઓ આ સરખામણીના મુદ્દાઓ વિચારવામાં નિષ્ફળ જાય તો, તેઓ રૂપકને સમજી શકશે નહિ.
  • લોકો કદાચ વિચારે કે તેઓ રૂપકને સમજી શકે છે, પરતું તેઓ સમજતા હોતા નથી. આ ત્યારે બને છે જ્યારે તેઓ બાઈબલની સંસ્કૃતિને બદલે તેઓ તેમની સંસ્કૃતિમાંથી સરખામણીના મુદ્દાઓ લાગુ કરે છે.

ભાષાંતરના સિદ્ધાંતો

  • રૂપકનો અર્થ લક્ષ્ય દર્શકો માટે પણ એટલો જ સ્પષ્ટ કરો જેટલો તે મૂળ દર્શકો માટે હતો.
  • રૂપકનો અર્થ લક્ષ્ય દર્શકો માટે વધુ સ્પષ્ટ ન કરો જેટલો તમે વિચારો છો કે તે મૂળ દર્શકો માટે નહોતો.

બાઈબલમાંના ઉદાહરણો

બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો, (આમોસ ૪:૧ યુ.એલ.ટી.)

આ રૂપકમાં આમોસ સમરૂનની ઉચ્ચ વર્ગની સ્ત્રીઓની વાત કરે છે (“તમે” વિષય છે) જેમ કે તેઓ ગાયો (છબી) હોય. આમોસે એ નથી કહેતો કે તે ક્યા વિચારથી આ સ્ત્રીઓ અને ગાયો વચ્ચેની સરખામણીના મુદ્દાઓ કહે છે. તે ચાહે છે કે વાચકો તેમના વિષે વિચારે અને સંપૂર્ણ રીતે અપેક્ષા રાખે છે કે તેની સંસ્કૃતિના વાચકો સહેલાઈથી તે વિચારી શકશે. આ સંદર્ભથી, આપણે તે જોઈ શકીએ છીએ કે તેનો મતલબ એ હતો કે સમરૂનની સ્ત્રીઓ બાશાનની ગાયો જેવી હતી, તેઓ મેદસ્વી અને માત્ર પોતાની જાતને જ ખવડાવવામાં રૂચી રાખતી હતી. જો આપણે અન્ય સંસ્કૃતિમાંથી સરખામણીના મુદ્દાઓને લાગુ કરવાના હોય, જેમ કે ગાયો તો પવિત્ર અને પૂજનીય છે, તો આપણે આ કલમનો ખોટો અર્થ કાઢીશું.

આ પણ નોંધ લો કે, આમોસનો ખરેખર એવો મતલબ નથી કે સ્ત્રીઓ ગાયો છે. તે તેમની સાથે મનુષ્યની જેમ વાત કરે છે.

અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ. (યશાયા ૬૪:૮ યુ.એલ.ટી.)

ઉપરના ઉદાહરણમાં બે સંબંધિત રૂપકો છે. “અમે” અને “તમે” વિષયો છે અને “માટી” તથા “કુંભાર” તે છબીઓ છે. કુંભાર અને ઈશ્વર વચ્ચેની સરખામણીનો મુખ્ય ઈરાદાનો મતલબ એ છે કે તે બંને જે તેઓ ચાહે છે તે બનાવે છે: કુંભાર માટીમાંથી જે ચાહે તે બનાવે છે, અને ઈશ્વર તેમના લોકોમાંથી જે ચાહે તે બનાવે છે. કુંભારની માટી અને “આપણી” વચ્ચેની સરખામણીના મુદ્દાનો અર્થ એ છે કે બંને માટી અને ઈશ્વરના લોકોને તેઓ જેવા બની રહ્યાં છે તેના માટે કોઈ ફરીયાદ કરવાનો હક્ક નથી.

ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિષે સાવધાન અને ખબરદાર રહો.” શિષ્યોએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “આપણે રોટલી નથી લાવ્યા માટે તે એમ કહે છે.” (માથ્થી ૧૬:૬-૭ યુ.એલ.ટી.)

ઈસુએ અહીંયા રૂપકનો ઉપયોગ કરે છે, પરંતુ તેમના શિષ્યો તે સમજી શકતા નથી. જ્યારે તેમણે “ખમીર” કહ્યું, તેઓએ વિચાર્યું કે તે રોટલી વિષે વાત કરે છે, પરંતુ “ખમીર” તે રૂપકમાંની છબી હતી, અને ફરોશીઓનુંતથા સદુકીઓનું શિક્ષણ તે વિષય હતો. જ્યારે શિષ્યો (મૂળ દર્શકો) ઈસુનો અર્થ ન સમજી શક્યા નહિ, તો ઈસુનો જે મતલબ હતો તે અહીં (યુ.એલ.ટી. કલમમાં) સ્પષ્ટ રીતે જણાવવો યોગ્ય નથી.

ભાષાંતર વ્યૂહરચનાઓ

જો લોકો તે રૂપકને જે રીતે મૂળ વાચકો કદાચ સમજી શક્યા તેમ જ સમજી શકે તેમ હોય તો, આગળ વધો અને તેનો ઉપયોગ કરો. લોકો તે સાચી રીતે સમજ્યા કે નહિ તેની ખાતરી કરવા માટે ભાષાંતરની ખાતરી કરો. જો લોકો તેને સમજતા નથી કે સમજશે નહિ તો, અહીં થોડી અન્ય વ્યૂહરચનાઓ છે.

૧. જો રૂપક સ્રોત ભાષામાં સામાન્ય અભિવ્યક્તિ/રજૂઆત તરીકે છે અથવા બાઈબલની ભાષામાં (“મૃત” રૂપક) નમૂનાની/પ્રતિકૃતિની જોડીના ખ્યાલને અભિવ્યક્ત કરે છે તો, તમારી ભાષા દ્વારા પસંદ કરેલી સૌથી સરળ રીતે મુખ્ય વિચારને વ્યક્ત કરો.

૨. જો રૂપક “જીવંત" રૂપક હોવાનું જણાય, જો તમને લાગે છે કે લક્ષ્ય ભાષા આ રૂપકનો ઉપયોગ આજ રીતે મતલબ કે જે રીતે બાઈબલમાં છે, તે રીતે કરે છે તો તમે તેનું શાબ્દિક અનુવાદ કરી શકો છો. જો તમે આમ કરો છો, તો ચકાસીને ખાતરી કરી લો કે ભાષા સમુદાય તેને યોગ્ય રીતે સમજે છે.

૩. જો લક્ષ્ય દર્શકો (જે ભાષામાં પ્રયોગ થઇ રહ્યો હોય તે ભાષાના વાંચકો/શ્રોતાઓ) જાણી નથી શકતા કે તે રૂપક છે, તો પછી તે રૂપકને ઉપમામાં બદલી દો. કેટલીક ભાષાઓ આ “જેમ કે” અથવા “તરીકે” શબ્દો ઉમેરીને કરે છે. જુઓ ઉપમા.

૪. જો લક્ષ્ય દર્શકો તે છબીને જાણી નથી શકતા તો, તે છબીનું અનુવાદ કેવી રીતે કરવું તે માટે, જુઓ અજાણ્યાનું અનુવાદ.

૫. જો લક્ષ્ય દર્શકો તેના અર્થ માટે તે છબીનો ઉપયોગ નથી કરતાં તો, તેને બદલે તમારી સંસ્કૃતિમાંથી કોઈ છબીનો ઉપયોગ કરો. ખાતરી કરો કે તે એક એવી છબી છે જે બાઈબલના સમયમાં શક્ય બની હોત.

૬. જો લક્ષ્ય દર્શકો નથી જાણી શકતા કે વિષય શું છે, તો પછી વિષયને સ્પષ્ટપણે જણાવો. (તેમ છતાં, આમ કરશો નહિ જો મૂળ દર્શકો જાણતા નહોતા કે વિષય શું હતો.)

૭. જો લક્ષ્ય દર્શકો છબી અને વિષય વચ્ચેની સૂચિત સરખામણીના મુદ્દાઓ જાણી શકતા ના હોય તો, તેમને સ્પષ્ટપણે જણાવો.

૮. જો આમાંથી કોઈ પણ વ્યૂહરચનાઓ સંતોષકારક નથી, તો પછી સામાન્ય રીતે વિચારને સરળતાથી રૂપકનો ઉપયોગ કર્યા વિના જણાવો.

ભાષાંતરની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો રૂપક સ્રોત ભાષામાં સામાન્ય અભિવ્યક્તિ/રજૂઆત તરીકે છે અથવા બાઈબલની ભાષામાં (“મૃત” રૂપક) નમૂનાની/પ્રતિકૃતિની જોડીના ખ્યાલને અભિવ્યક્ત કરે છે તો, તમારી ભાષા દ્વારા પસંદ કરેલી સૌથી સરળ રીતે મુખ્ય વિચારને વ્યક્ત કરો.

  • પછી, જુઓ, સભાસ્થાનના આગેવાનોમાંનો એક, જેનું નામ યાઈર હતું, તે આવ્યો, અને જ્યારે તેણે તેમને જોયા, ત્યારે તે તેમના પગે પડ્યો. (માર્ક ૫:૨૨ યુ.એલ.ટી.)
  • પછી સભાસ્થાનના આગેવાનોમાંનો એક નામે યાઈર, આવ્યો, અને જ્યારે તેણે તેમને જોયા ત્યારે તે તરત જ નીચે નમીને તેમના પગે પડ્યો.

૨. જો રૂપક “જીવંત" રૂપક હોવાનું જણાય, જો તમને લાગે છે કે લક્ષ્ય ભાષા આ રૂપકનો ઉપયોગ આજ રીતે મતલબ કે જે રીતે બાઈબલમાં છે, તે રીતે કરે છે તો તમે તેનું શાબ્દિક અનુવાદ કરી શકો છો. જો તમે આમ કરો છો, તો ચકાસીને ખાતરી કરી લો કે ભાષા સમુદાય તેને યોગ્ય રીતે સમજે છે.

  • પરંતુ ઈસુએ તેઓને કહ્યું, "તમારા હૃદયની કઠણતાને લીધે તેણે તમારા માટે આવી આજ્ઞા લખી." (માર્ક ૧૦:૫ યુ.એલ.ટી.)
  • તમારા હૃદયની કઠણતાને લીધે તેણે તમારા માટે આ નિયમ લખ્યો.                                 આમાં કોઈ બદલાવ નથી, પરંતુ તેની ચકાસીને ખાતરી કરી લેવી જોઈએ કે લક્ષ્ય દર્શકો આ રૂપકને યોગ્ય રીતે સમજી શકે.

૩. જો લક્ષ્ય દર્શકો (જે ભાષામાં પ્રયોગ થઇ રહ્યો હોય તે ભાષાના વાંચકો/શ્રોતાઓ) જાણી નથી શકતા કે તે રૂપક છે, તો પછી તે રૂપકને ઉપમામાં બદલી દો. કેટલીક ભાષાઓ આ “જેમ કે” અથવા “તરીકે” શબ્દો ઉમેરીને કરે છે.

  • અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ. (યશાયા ૬૪:૮ યુ.એલ.ટી.)
  • અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી સમાન છીએ. તમે કુંભાર સમાન છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ.

૪. જો લક્ષ્ય દર્શકો તે છબીને જાણી નથી શકતા તો, તે છબીનું અનુવાદ કેવી રીતે કરવું તેના વિચારો માટે, જુઓ અજાણ્યાનું અનુવાદ.

  • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તારા માટે આરને લાત મારવી કઠણ છે. (પ્રેરીતોના કૃત્યો ૨૬:૧૪ યુ.એલ.ટી.)
  • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તારા માટે અણીદાર લાકડીને લાત મારવી કઠણ છે.

૫. જો લક્ષ્ય દર્શકો તેના અર્થ માટે તે છબીનો ઉપયોગ નથી કરતાં તો, તેને બદલે તમારી સંસ્કૃતિમાંથી કોઈ છબીનો ઉપયોગ કરો. ખાતરી કરો કે તે એક એવી છબી છે જે બાઈબલના સમયમાં શક્ય બની હોત.

  • અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ. (યશાયા ૬૪:૮ યુ.એલ.ટી.)
  • ”અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે લાકડું છીએ. તમે અમારા કોતરકામ કરનાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ.”
  • “અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે દોરી છીએ. તમે અમારા વણકર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ.”

૬. જો લક્ષ્ય દર્શકો નથી જાણી શકતા કે વિષય શું છે, તો પછી વિષયને સ્પષ્ટપણે જણાવો. (તેમ છતાં, આમ કરશો નહિ જો મૂળ દર્શકો જાણતા ન હોય કે વિષય શું છે.)

  • યહોવાહ જીવે છે, મારા ખડકની સ્તુતિ હો. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ. (ગીતશાસ્ત્ર ૧૮:૪૬ યુ.એલ.ટી.)
  • યહોવાહ જીવે છે, તે મારા ખડક છે. તેમની સ્તુતિ હો. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ.

૭. જો લક્ષ્ય દર્શકો છબી અને વિષય વચ્ચેની સરખામણીના હેતુવાળા મુદ્દાઓ ન જાણતા હોય તો, તેમને સ્પષ્ટ જણાવો.

  • યહોવાહ જીવે છે, મારા ખડકની સ્તુતિ હો. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ. (ગીતશાસ્ત્ર ૧૮:૪૬ યુ.એલ.ટી.)
  • યહોવાહ જીવે છે; તેમની સ્તુતિ હો કારણ કે તે મારા ખડક છે જેની નીચે હું મારા શત્રુઓથી સંતાઈ જઈ શકું છું. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ.
  • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તારા માટે આરને લાત મારવી કઠણ છે. (પ્રેરીતોના કૃત્યો ૨૬:૧૪ યુ.એલ.ટી.)
  • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તું મારી સાથે લડે છે અને પોતાની જાતને નુકસાન કરે છે, જેમ બળદ પોતાના માલિકની અણીદાર લાકડીને લાત મારીને કરે છે તેમ.

૮. જો આમાંથી કોઈ પણ વ્યૂહરચનાઓ સંતોષકારક નથી, તો પછી સામાન્ય રીતે વિચારને સરળતાથી રૂપકનો ઉપયોગ કર્યા વિના જણાવો.

  • હું તમને માણસોને પકડનાર બનાવીશ. (માર્ક ૧:૧૭બ યુ.એલ.ટી.)
  • હું તમને જે માણસોને ભેગા કરે છે તેવા બનાવીશ.
  • અત્યારે તમે માછલાં એકત્ર કરો છો. હું તમને માણસોને એકત્ર કરનાર બનાવીશ.
  • ખાસ રૂપકો વિષે વધુ શીખવા માટે જુઓ, બાઈબલની છબી - સામાન્ય શૈલીઓ.