gu_tw/bible/other/yeast.md

4.6 KiB

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

  • કેટલાક અંગ્રેજી ભાષાંતરોમાં, ખમીર માટેના શબ્દને "યીસ્ટ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે, જે આધુનિક ખમીર એજન્ટ છે, જે રોટલીના કણકને ગેસના પરપોટાથી ભરે છે, તે કણકને પકવવા પહેલાં ફૂલાવે છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

  • જૂના કરારના સમયમાં, કણકને ક્ષણભર માટે બેસાડી દઈને ફૂલવા અથવા વધવા માટે એજન્ટ બનાવવામાં આવતું હતું.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

  • જ્યારે ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી બચી ગયા, ત્યારે તેમની પાસે રોટલીના કણકમાં ફુલવાની રાહ જોવી પડતી ન હતી. તેથી, તેઓએ તેઓની મુસાફરી દરમિયાન ખમીર વિના રોટલી બનાવી.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

  • બાઇબલમાં "ખમીર" અથવા "યીસ્ટ" શબ્દનો અર્થ એ છે કે કેવી રીતે પાપ વ્યક્તિના જીવનથી ફેલાય છે અથવા કેવી રીતે પાપ અન્ય લોકો પર અસર કરે છે.
  • તે ખોટા શિક્ષણનો સંદર્ભ પણ આપી શકે છે જે ઘણીવાર ઘણા લોકો સુધી ફેલાય છે અને તેમને પ્રભાવિત કરે છે.
  • “ ખમીર" શબ્દનો અર્થ હકારાત્મક રીતે સમજાવવા પણ થાય છે કે કેવી રીતે દેવના રાજ્યનો પ્રભાવ વ્યકિતગત રીતે ફેલાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આનું ભાષાંતર "ખમીર" અથવા "પદાર્થ કે જે કણકને ફૂલાવે છે" અથવા "વિસ્તરણ એજન્ટ" તરીકે થાય છે.

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

  • જો સ્થાનિક ખમીર એજન્ટનો ઉપયોગ બ્રેડ કણક ફૂલાવવા માટે થાય છે, તો તે શબ્દનો ઉપયોગ કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: ઇજિપ્ત, પાસ્ખાપર્વ, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2556, H2557, H4682, H7603, G106, G2219, G2220