gu_tw/bible/other/well.md

4.2 KiB

ટાંકણ, ટાંકણો, કૂવો, કુવાઓ

વ્યાખ્યા:

"કૂવો" અને "ટાંકણ" શબ્દો બાઇબલના સમયમાં બે અલગ અલગ પ્રકારનાં સ્રોતોનો ઉલ્લેખ કરે છે.

  • કૂવો જમીનમાં ખોદવામાં આવેલો એક ઊંડો ખાડો છે જેથી ભૂગર્ભ જળ તેમાં પ્રવેશી શકે.
  • એક ટાંકું ખડકમાં ખોદેલો એક ઊંડો ખાડો છે જેમાં વરસાદી જળ સંઘરી શકાય.
  • ટાંકા સામાન્ય રીતે ખડકમાં ખોદવામાં આવ્યા હતા અને પાણી રાખવા માટે પ્લાસ્ટરથી બંધ કરવામાં આવ્યા હતા.

જ્યારે પ્લાસ્ટર તૂટી પડે જેથી પાણી લીક થાય ત્યારે એક "તૂટેલું ટાંકણ" બન્યું..

  • ટાંકા લોકોના ઘરના આંગણા આગળ છત પરથી પડતા વરસાદી પાણીને ઝીલવા માટે રાખેલા હોય છે.
  • ઘણી વખત કૂવાઓ એવી જગ્યાએ હતા જ્યાંથી ઘણા કુટુંબો અથવા આખો સમાજ પાણી ભરી શકે.
  • કારણ કે લોકો અને પશુધન માટે પાણી ખૂબ મહત્વનું હતું, કૂવાનો ઉપયોગ કરવાનો અધિકાર વારંવાર ઝઘડા અને સંઘર્ષનું કારણ બન્યું હતું.
  • બંને કૂવાઓ અને કુંડાઓ સામાન્ય રીતે મોટા પથ્થરથી ઢંકાયેલા હોય છે જેથી તેમાં કશું પડે નહીં.

પાણીને ઉપર લાવવા માટે તે ઘણી વખત ડોલ સાથે અથવા દોરડું સાથે ઘડો જોડેલો હતો.

  • કોઈક વાર કોઈકને કેદ કરવા માટે સૂકા કુંડનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમ કે યુસફ અને યિર્મેયાહ સાથે.

અનુવાદનાં સૂચનો:

  • ' કૂવાનું ભાષાંતર કરવાની રીતોમાં "ઊંડો પાણીનો ખાડો" અથવા ઝરાના પાણી માટે ઊંડો ખાડો" અથવા " પાણી કાઢવામાટે ઊંડો ખાડો” શામેલ હોઈ શકે છે.
  • ” કુંડ" શબ્દ નું ભાષાંતર "પથ્થરનો ખાડો" અથવા "પાણી માટે ઊંડો અને સાંકડો ખાડો" અથવા "પાણી ભરવા માટે ભૂગર્ભ ટાંકી" તરીકે કરી શકાય છે.
  • આ શબ્દનો અર્થ સમાન છે.

કૂવામાં સતત ભૂગર્ભમાંથી પાણી મળે છે જ્યારે કૂંડું વરસાદમાંથી આવેલા પાણીનો સંગ્રહ કરે છે જે મુખ્ય તફાવત છે.

(આ પણ જુઓ: યર્મિયા, જેલ, સંઘર્ષ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H875, H883, H953, H1360, H3653, H4599, H4726, H4841, G4077, G5421