gu_tw/bible/other/quench.md

27 lines
2.3 KiB
Markdown

# હોલવવું, છિપાવવી, હોલવ્યું, ન હોલવાનાર
## વ્યાખ્યા:
“હોલવવું” શબ્દનો અર્થ બંધ કરવું અથવા તો તૃપ્તિ ચાહતી કોઈ બાબતને તૃપ્ત કરવી એવો થાય છે.
* આ શબ્દ સામાન્ય રીતે તરસ છિપાવવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે અને તેનો અર્થ કંઈક પીવા દ્વારા તરસ દૂર કરવી એવો થાય છે.
* તેનો ઉપયોગ અગ્નિ બૂઝવવાનો ઉલ્લેખ કરવા પણ કરી શકાય છે.
* તરસ અને અગ્નિ બંનેને પાણીથી બૂઝાવવામાં આવે છે.
* પાઉલ જ્યારે વિશ્વાસીઓને “પવિત્ર આત્માને ન હોલવવા” સૂચના આપે છે ત્યારે તે “હોલવવું” શબ્દનો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કરે છે.
તેનો અર્થ લોકોને પવિત્ર આત્માને પોતાનામાં તેમનાં ફળ અને કૃપાદાનો ઉત્પન્ન કરતાં નિરાશ ન કરવા એવો થાય છે.
પવિત્ર આત્માને હોલવવાનો અર્થ પવિત્ર આત્માને લોકોમાં મુક્તપણે તેમનું સામર્થ્ય અને કાર્ય પ્રગટ કરતા અટકાવવા એવો થાય છે.
(આ જૂઓ: [ફળ](../other/fruit.md), [ભેટ](../kt/gift.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 થેસ્સલોનિકી 5:19-22](rc://gu/tn/help/1th/05/19)
* [હઝકિયેલ 20:45-47](rc://gu/tn/help/ezk/20/45)
* [યશાયા 1:31](rc://gu/tn/help/isa/01/31)
* [યર્મિયા 21:11-12](rc://gu/tn/help/jer/21/11)
## શબ્દ માહિતી:
* Strong's: H1846, H3518, H7665, H8257, G762, G4570