gu_tw/bible/other/quench.md

2.3 KiB

હોલવવું, છિપાવવી, હોલવ્યું, ન હોલવાનાર

વ્યાખ્યા:

“હોલવવું” શબ્દનો અર્થ બંધ કરવું અથવા તો તૃપ્તિ ચાહતી કોઈ બાબતને તૃપ્ત કરવી એવો થાય છે.

  • આ શબ્દ સામાન્ય રીતે તરસ છિપાવવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે અને તેનો અર્થ કંઈક પીવા દ્વારા તરસ દૂર કરવી એવો થાય છે.
  • તેનો ઉપયોગ અગ્નિ બૂઝવવાનો ઉલ્લેખ કરવા પણ કરી શકાય છે.
  • તરસ અને અગ્નિ બંનેને પાણીથી બૂઝાવવામાં આવે છે.
  • પાઉલ જ્યારે વિશ્વાસીઓને “પવિત્ર આત્માને ન હોલવવા” સૂચના આપે છે ત્યારે તે “હોલવવું” શબ્દનો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કરે છે.

તેનો અર્થ લોકોને પવિત્ર આત્માને પોતાનામાં તેમનાં ફળ અને કૃપાદાનો ઉત્પન્ન કરતાં નિરાશ ન કરવા એવો થાય છે. પવિત્ર આત્માને હોલવવાનો અર્થ પવિત્ર આત્માને લોકોમાં મુક્તપણે તેમનું સામર્થ્ય અને કાર્ય પ્રગટ કરતા અટકાવવા એવો થાય છે.

(આ જૂઓ: ફળ, ભેટ, પવિત્ર આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1846, H3518, H7665, H8257, G762, G4570