gu_tw/bible/other/profit.md

4.8 KiB

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

  • વધારે ચોક્કસ રીતે, “લાભ” શબ્દ ઘણીવાર વેપાર દ્વારા પ્રાપ્ત કરેલા નાણાંનો ઉલ્લેખ કરે છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

  • જો કાર્યો લોકો માટે સારી બાબતો ઉપજાવે તો તે કાર્યો લાભકારક છે.
  • 2 તિમોથી 3:16 કહે છે કે દરેક શાસ્ત્રવચન લોકોને સુધારા માટે અને ન્યાયીપણાની તાલીમ માટે “લાભકારક” છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

  • તેનો શાબ્દિક અર્થ કશોજ લાભ ન થવો અથવા તો કોઈક વ્યક્તિને કશું પણ પ્રાપ્ત કરવા મદદ ન કરવી એવો થાય છે.
  • જે બાબત બિનલાભદાયક છે તે કરવા યોગ્ય નથી કારણકે તે કશો લાભ કરાવતી નથી.
  • તેનો અનુવાદ “બિનઉપયોગી’ અથવા તો “નકામું” અથવા તો “લાભદાયી નહીં” અથવા તો “લાભ ન કરાવતું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: યોગ્ય)

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “લાભ” શબ્દનો અનુવાદ “ફાયદો” અથવા તો “મદદ” અથવા તો “નફો” તરીકે પણ કરી શકાય.
  • “લાભકારક” શબ્દનો અનુવાદ “ઉપયોગી” અથવા તો “ફાયદાકારક” અથવા તો “મદદરૂપ” તરીકે કરી શકાય.
  • “માંથી લાભ પામવો” નો અનુવાદ “માંથી ફાયદો થવો” અથવા તો “માંથી નાણાં પ્રાપ્ત કરવા” અથવા તો “માંથી મદદ પ્રાપ્ત કરવી” તરીકે કરી શકાય.
  • વેપારના સંદર્ભમાં, “લાભ” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ધનલાભ” અથવા તો “વધારે નાણાં” અથવા તો “અધિક નાણાં” તરીકે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1215, H3148, H3276, H3504, H4195, H4768, H5532, H7737, H7939, G147, G255, G512, G888, G889, G890, G1281, G2585, G2770, G2771, G3408, G4297, G4298, G4851, G5539, G5622, G5623, G5624