gu_tw/bible/other/possess.md

6.2 KiB

કબજો કરવો, કબજો ધરાવવો, કબજામાં હોવું, કબજે કર્યું, કબજામાં રહેલું, કબજો, વતન, સંપત્તિ, કબજો જતો રહેવો

તથ્યો:

“કબજો કરવો” અને “કબજો” શબ્દો સામાન્ય રીતે કોઈ બાબતના માલિક હોવું તેનો ઉલ્લેખ કરે છે. તેઓનો અર્થ કોઈ બાબત પર કાબૂ કરવો અથવા તો જમીનનો કોઈ પ્રદેશ મેળવવો પણ થઈ શકે છે.

  • જૂના કરારમાં, આ શબ્દ જમીનના પ્રદેશનો “કબજો હોવો” અથવા તો “કબજો લેવો” તેના સંદર્ભમાં ઘણી વાર વપરાયો છે.
  • જ્યારે યહોવાએ ઇઝરાયલીઓને કનાન દેશનો “કબજો લેવા” આજ્ઞા કરી ત્યારે, તેનો અર્થ એ થયો કે તેઓએ તે પ્રદેશમાં જઈને રહેવું જોઈએ.

આમ કરવામાં પ્રથમ તો જે કનાની લોકો તે પ્રદેશમાં રહેતા હતા તેઓને જીતવાના હતા.

  • યહોવાએ ઇઝરાયલીઓને કહ્યું કે તેમણે તેઓને કનાન દેશ “તેઓના વતન” કરીકે આપ્યો હતો.

તેનો અનુવાદ “રહેવા માટે તેઓના હકનું સ્થળ” તરીકે પણ કરી શકાય.

  • ઇઝરાયલી લોકોને યહોવાનો “ખાસ વારસો, સંપત્તિ” કહેવામા આવતા હતા.

આનો અર્થ એ થાય છે કે યહોવાના લોકો તરીકે તેઓ તેમનો વારસો હતા કે જેઓને તેમણે પોતાની આરાધના અને સેવા કરવા ખાસ તેડ્યા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “કબજો ધરાવવો” શબ્દનો અનુવાદ “માલિકી હોવી” અથવા તો “નું હોવું” અથવા તો “ની ઉપર અધિકાર હોવો” તરીકે પણ કરી શકાય.
  • “નો કબજો લેવો’ નો અનુવાદ સંદર્ભ પ્રમાણે, “નિયંત્રણમાં લેવું” અથવા તો “વસવાટ કરવો” અથવા તો “માં રહેવું” તરીકે કરી શકાય.
  • જ્યારે લોકો જેની માલિકી ભોગવતા હોય તેવી બાબતોનો ઉલ્લેખ કરતા હોય ત્યારે તેનો અનુવાદ “માલમત્તા” અથવા તો “સંપત્તિ” અથવા તો “માલિકીની વસ્તુઓ” અથવા તો “તેઓની માલિકીની વસ્તુઓ” તરીકે કરી શકાય.
  • જ્યારે યહોવા ઇઝરાયલીઓને “મારો ખાસ વારસો, સંપત્તિ” કહે છે ત્યારે, તેનો અનુવાદ “મારા ખાસ લોકો” અથવા તો “મારી માલિકીના લોકો” અથવા તો “જેઓને હું પ્રેમ કરું છું અને જેઓના પર હું રાજ કરું છું તે મારા લોકો” તરીકે પણ કરી શકાય.
  • જ્યારે જમીનનો ઉલ્લેખ કરતા હોય ત્યારે “તે તેઓનો વારસો, સંપત્તિ થશે” તે વાક્યનો અર્થ “તેઓ જમીનનો કબજો કરીને રહેશે” અથવા તો “જમીન તેઓની માલિકીની થશે” તેવો થાય છે.
  • “તેની માલમત્તામાંથી મળ્યું” અભિવ્યક્તિનો અનુવાદ “કે જે તેની પાસે હતું તેમાંથી” અથવા તો “કે જે તેની સાથે હતું તેમાંથી” તરીકે કરી શકાય.
  • “તમારા વારસા, સંપત્તિ તરીકે” અભિવ્યક્તિનો અનુવાદ “એવું કઇંક કે જે તમારું છે” અથવા તો “એવી જગ્યા કે જ્યાં તમારા લોકો રહેશે” તરીકે પણ કરી શકાય.
  • “તેની માલિકીમાં” શબ્દસમૂહનો અનુવાદ “તે કે જેનો તે માલિક હતો” અથવા તો “તે કે જે તેનું હતું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કનાન, આરાધના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H270, H272, H834, H2505, H2631, H3027, H3423, H3424, H3425, H3426, H4180, H4181, H4672, H4735, H4736, H5157, H5159, H5459, H7069, G1139, G2192, G2697, G2722, G2932, G2933, G2935, G4047, G5224, G5564