gu_tw/bible/other/palm.md

1.9 KiB

ખજૂરી, ખજૂરીઓ

વ્યાખ્યા:

“ખજૂરી” શબ્દ એક પ્રકારના ઊંચા, લાંબી લચીલી પાંદડાવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષનો ઉલ્લેખ કરે છે. આ ડાળીઓ ઉપરથી એક પંખા આકારે ફેલાયેલી હોય છે.

  • બાઇબલમાંનું ખજૂરીનું વૃક્ષ એક ખાસ પ્રકારના ખજૂરીના વૃક્ષનો ઉલ્લેખ કરે છે જેને “ખજૂરી” નામના ફળ આવતા હતા.

તેના પાંદડા પીંછા સમાન હોય છે.

  • ખજૂરીના ઝાડ લાક્ષણિક રીતે ગરમ ભેજવાળી આબોહવામાં ઊગે છે.

તેમના પાંદડા બારે માસ લીલા રહે છે.

  • જ્યારે ઈસુ ગધેડા પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશતા હતા ત્યારે, લોકોએ તેમની આગળ જમીન પર ખજૂરીની ડાળીઓ બિછાવી.
  • ખજૂરીની ડાળીઓ શાંતિ અને વિજયની ઉજવણીનો સંકેત આપે છે.

(આ પણ જૂઓ: ગધેડું, યરૂશાલેમ, શાંતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3712, H8558, H8560, H8561, G5404