gu_tw/bible/other/oppress.md

34 lines
3.7 KiB
Markdown

# જુલમ કરવો, જુલમ કરે છે, કચડાયેલા, જુલમ કરતું, જુલમ, અત્યાચારી, અત્યાચાર કરનાર, અત્યાચાર કરનારાઓ
## વ્યાખ્યા:
“જુલમ કરવો” તથા “જુલમ” શબ્દો લોકો સાથે કઠોર વ્યવહાર કરવાનો ઉલ્લેખ કરે છે.
“અત્યાચારી” એવો વ્યક્તિ છે કે જે લોકો પર જુલમ ગુજારે છે.
* “જુલમ” ખાસ કરીને એવી પરિસ્થતિનો ઉલ્લેખ કરે છે જ્યાં બળવાન લોકો તેઓની સત્તા કે રાજ હેઠળના લોકો સાથે દુર્વ્યવહાર કરે અથવા તો તેઓને ગુલામો બનાવે.
* “કચડાયેલા” શબ્દ જે લોકો સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે તેઓનું વર્ણન કરે છે.
* ઘણી વાર શત્રુ દેશો અને તેઓના શાસકો ઇઝરાયલી લોકો માટે અત્યાચારીઓ હતા.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભ અનુસાર, “જુલમ કરવા” નો અનુવાદ “સખત દુર્વ્યવહાર કરવો” અથવા તો “ભારે બોજો લાદવો” અથવા તો “દયાજનક ગુલામીમાં જકડવું” અથવા તો “કઠોરતાથી શાસન ચલાવવું” તરીકે કરી શકાય.
* “જુલમ” નો અનુવાદ “ભારે દમન અને ગુલામી” અથવા તો “ભારે નિયંત્રણ” તરીકે કરી શકાય.
* “કચડાયેલા” શબ્દનો અનુવાદ “કચડાયેલા લોકો” અથવા તો “ભયંકર ગુલામીમાં સબડતા લોકો” અથવા તો “જેઓની સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે તેઓ” તરીકે કરી શકાય.
* “અત્યાચારી” શબ્દનો અનુવાદ “જુલમ કરનાર વ્યક્તિ” અથવા તો “કઠોરતાથી નિયંત્રણ અને રાજ કરનાર દેશ” અથવા તો “સતાવનાર” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [બાંધવું](../kt/bond.md), [ગુલામ બનાવવું](../other/enslave.md), [સતાવવું](../other/persecute.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 શમુએલ 10:17-19](rc://gu/tn/help/1sa/10/17)
* [પુનર્નિયમ 26:6-7](rc://gu/tn/help/deu/26/06)
* [સભાશિક્ષક 4:1](rc://gu/tn/help/ecc/04/01)
* [અયૂબ 10:1-3](rc://gu/tn/help/job/10/01)
* [ન્યાયાધીશો 2:18-19](rc://gu/tn/help/jdg/02/18)
* [નહેમ્યા 5:14-15](rc://gu/tn/help/neh/05/14)
* [ગીતશાસ્ત્ર 119:133-134](rc://gu/tn/help/psa/119/133)
## શબ્દ માહિતી:
* Strong's: H1790, H1792, H2541, H2555, H3238, H3905, H3906, H4642, H4939, H5065, H6115, H6125, H6184, H6206, H6216, H6217, H6231, H6233, H6234, H6693, H7429, H7533, H7701, G2616, G2669