gu_tw/bible/other/mourn.md

31 lines
2.9 KiB
Markdown

# વિલાપ કરવો, વિલાપ કરે છે, વિલાપ કર્યો, વિલાપ, વિલાપ કરનાર, વિલાપ કરનારાઓ, શોકાતુર, શોકાતુર રીતે
## તથ્યો:
“વિલાપ કરવો” અને “વિલાપ” શબ્દો સામાન્ય રીતે કોઈના મરણ માટે ઊંડું દુઃખ વ્યક્ત કરવાનો ઉલ્લેખ કરે છે.
* ઘણી સંસ્કૃતિઓમાં, વિલાપ કરવામાં ખાસ બાહ્ય વર્તણૂકનો સમાવેશ થાય છે કે જે ઊંડો વિશાદ અને દુઃખ બતાવે છે.
* પ્રાચીન સમયમાં ઇઝરાયલીઓ અને બીજી લોકજાતિઓ મોટેથી રડીને તથા અફસોસ વ્યક્ત કરીને વિલાપ પ્રદર્શિત કરતી હતી.
તેઓ ટાટના જાડા વસ્ત્રો પણ પહેરતા અને માથા પર રાખ નાખતા હતા.
* ભાડે કરેલા વિલાપ કરનારાઓ, સામાન્ય રીતે સ્ત્રીઓ, મરણના સમયથી તે શબના દફન સુધી મોટેથી રડતા અને આક્રંદ કરતા.
* વિલાપનો સામાન્ય સમય સાત દિવસનો હતો, પણ ત્રીસ દિવસ સુધી (જેમ કે મૂસા અને હારુન માટે) અથવા તો સિત્તેર દિવસ સુધી (જેમ કે યાકૂબ માટે) પણ ચાલતો.
* પાપના કારણે “વિલાપ” વિષે બતાવવા બાઇબલ આ શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે પણ કરે છે.
આ બાબત હૃદયપૂર્વક દુઃખ અનુભવવાનો ઉલ્લેખ કરે છે કારણકે પાપ ઈશ્વરને અને લોકોને દુઃખ પહોંચાડે છે.
(આ પણ જૂઓ: [ટાટ](../other/sackcloth.md), [પાપ](../kt/sin.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 શમુએલ 15:34-35](rc://gu/tn/help/1sa/15/34)
* [2 શમુએલ 1:11-13](rc://gu/tn/help/2sa/01/11)
* [ઉત્પત્તિ 23:1-2](rc://gu/tn/help/gen/23/01)
* [લૂક 7:31-32](rc://gu/tn/help/luk/07/31)
* [માથ્થી 11:16-17](rc://gu/tn/help/mat/11/16)
## શબ્દ માહિતી:
* Strong's: H56, H57, H60, H205, H578, H584, H585, H1058, H1065, H1068, H1669, H1671, H1897, H1899, H1993, H4553, H4798, H5092, H5098, H5110, H5594, H6937, H6941, H6969, H7300, H8386, G2354, G2875, G3602, G3996, G3997