gu_tw/bible/other/mourn.md

2.9 KiB

વિલાપ કરવો, વિલાપ કરે છે, વિલાપ કર્યો, વિલાપ, વિલાપ કરનાર, વિલાપ કરનારાઓ, શોકાતુર, શોકાતુર રીતે

તથ્યો:

“વિલાપ કરવો” અને “વિલાપ” શબ્દો સામાન્ય રીતે કોઈના મરણ માટે ઊંડું દુઃખ વ્યક્ત કરવાનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી સંસ્કૃતિઓમાં, વિલાપ કરવામાં ખાસ બાહ્ય વર્તણૂકનો સમાવેશ થાય છે કે જે ઊંડો વિશાદ અને દુઃખ બતાવે છે.
  • પ્રાચીન સમયમાં ઇઝરાયલીઓ અને બીજી લોકજાતિઓ મોટેથી રડીને તથા અફસોસ વ્યક્ત કરીને વિલાપ પ્રદર્શિત કરતી હતી.

તેઓ ટાટના જાડા વસ્ત્રો પણ પહેરતા અને માથા પર રાખ નાખતા હતા.

  • ભાડે કરેલા વિલાપ કરનારાઓ, સામાન્ય રીતે સ્ત્રીઓ, મરણના સમયથી તે શબના દફન સુધી મોટેથી રડતા અને આક્રંદ કરતા.
  • વિલાપનો સામાન્ય સમય સાત દિવસનો હતો, પણ ત્રીસ દિવસ સુધી (જેમ કે મૂસા અને હારુન માટે) અથવા તો સિત્તેર દિવસ સુધી (જેમ કે યાકૂબ માટે) પણ ચાલતો.
  • પાપના કારણે “વિલાપ” વિષે બતાવવા બાઇબલ આ શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે પણ કરે છે.

આ બાબત હૃદયપૂર્વક દુઃખ અનુભવવાનો ઉલ્લેખ કરે છે કારણકે પાપ ઈશ્વરને અને લોકોને દુઃખ પહોંચાડે છે.

(આ પણ જૂઓ: ટાટ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H56, H57, H60, H205, H578, H584, H585, H1058, H1065, H1068, H1669, H1671, H1897, H1899, H1993, H4553, H4798, H5092, H5098, H5110, H5594, H6937, H6941, H6969, H7300, H8386, G2354, G2875, G3602, G3996, G3997