gu_tw/bible/other/meditate.md

27 lines
2.2 KiB
Markdown

# મનન કરવું, મનન કરે છે, મનન
## વ્યાખ્યા:
“મનન” શબ્દનો અર્થ કોઈક બાબત પર કાળજીપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચાર કરવામાં સમય ગાળવો એવો થાય છે.
* આ શબ્દનો ઉપયોગ બાઇબલમાં ઘણી વાર ઈશ્વર અને તેમના શિક્ષણ વિષે વિચારવાનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો છે.
* ગીતશાસ્ત્ર 1 જણાવે છે કે જે વ્યક્તિ “દિવસરાત” ઈશ્વરના નિયમ પર મનન કરે છે તે પુષ્કળ આશીર્વાદિત થશે.
## અનુવાદ માટેના સૂચનો:
* “મનન કરવું”નો અનુવાદ “કાળજીપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું” અથવા તો “વિચારપૂર્વક ચકાસવું” અથવા તો “વારંવાર વિચારવું” એ રીતે કરી શકાય.
* તેનું સંજ્ઞારૂપ “મનન” છે અને તેનો અનુવાદ “ઊંડા વિચારો” એવો થઈ શકે.
“મારા હૃદયનું મનન” એ શબ્દસમૂહનો અનુવાદ “જે વિષે હું ઊંડાણપૂર્વક વિચારું છું” અથવા તો “જે વિષે હું વારંવાર વિચારું છું” તે રીતે કરી શકાય.
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 24:63-65](rc://gu/tn/help/gen/24/63)
* [યહોશુઆ 1:8-9](rc://gu/tn/help/jos/01/08)
* [ગીતશાસ્ત્ર 01:1-2](rc://gu/tn/help/psa/001/001)
* [ગીતશાસ્ત્ર 119:15-16](rc://gu/tn/help/psa/119/015)
## શબ્દ માહિતી:
* Strong's: H1897, H1900, H1901, H1902, H7742, H7878, H7879, H7881, G3191, G4304