gu_tw/bible/other/meditate.md

2.2 KiB

મનન કરવું, મનન કરે છે, મનન

વ્યાખ્યા:

“મનન” શબ્દનો અર્થ કોઈક બાબત પર કાળજીપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચાર કરવામાં સમય ગાળવો એવો થાય છે.

  • આ શબ્દનો ઉપયોગ બાઇબલમાં ઘણી વાર ઈશ્વર અને તેમના શિક્ષણ વિષે વિચારવાનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો છે.
  • ગીતશાસ્ત્ર 1 જણાવે છે કે જે વ્યક્તિ “દિવસરાત” ઈશ્વરના નિયમ પર મનન કરે છે તે પુષ્કળ આશીર્વાદિત થશે.

અનુવાદ માટેના સૂચનો:

  • “મનન કરવું”નો અનુવાદ “કાળજીપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું” અથવા તો “વિચારપૂર્વક ચકાસવું” અથવા તો “વારંવાર વિચારવું” એ રીતે કરી શકાય.
  • તેનું સંજ્ઞારૂપ “મનન” છે અને તેનો અનુવાદ “ઊંડા વિચારો” એવો થઈ શકે.

“મારા હૃદયનું મનન” એ શબ્દસમૂહનો અનુવાદ “જે વિષે હું ઊંડાણપૂર્વક વિચારું છું” અથવા તો “જે વિષે હું વારંવાર વિચારું છું” તે રીતે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1897, H1900, H1901, H1902, H7742, H7878, H7879, H7881, G3191, G4304