gu_tw/bible/other/manager.md

2.2 KiB

સંચાલક, સંચાલકો, કારભારી, કારભારીઓ, કારભારીપણું

વ્યાખ્યા:

બાઇબલમાં “સંચાલક” અથવા તો “કારભારી” શબ્દ એક સેવકનો ઉલ્લેખ કરે છે કે જેને તેના માલિકની સંપત્તિની અને ધંધાકિય કામોની કાળજી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

  • કારભારીને પુષ્કળ જવાબદારીઓ સોંપવામાં આવતી હતી જેમાં બીજા ચાકરોના કાર્યોની દેખરેખ રાખવાનો પણ સમાવેશ થતો હતો.
  • “સંચાલક” શબ્દ કારભારી માટેનો એક આધુનિક શબ્દ છે.

બન્ને શબ્દો કોઈ મનુષ્ય માટે વ્યાવહારિક કાર્યોનો વહીવટ કરનાર એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આનો અનુવાદ “દેખરેખ રાખનાર” અથવા તો “પારિવારિક આયોજક” અથવા તો “વહીવટ કરનાર સેવક” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: ચાકર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H376, H4453, H5057, H6485, G2012, G3621, G3623