gu_tw/bible/other/lawful.md

8.7 KiB

કાયદેસર, કાયદેસર રીતે, ગેરકાયદેસર, કાયદેસર નહીં, અન્યાયી, અરાજક્તા

વ્યાખ્યા:

"કાયદેસર" “શબ્દ એવું કંઈક જે કાયદા અથવા બીજી જરૂરિયાત પ્રમાણે કરવા માટે પરવાનગી છે તેનો ઉલ્લેખ કરે છે. તેનું વિરુદ્ધાર્થી "ગેરકાયદેસર" છે, જેનો સરળ અર્થ "કાયદેસર નથી" તે થાય છે.

  • બાઈબલમાં, જો ઈશ્વરના નૈતિક નિયમ અથવા મુસાના નિયમ અને યહૂદી નિયમો દ્વારા કંઈકની પરવાનગી આપવામાં આવી હોય તો તે "કાયદેસર" ગણાતું હતું.

કંઈક જે "ગેરકાયદેસર" હોય તેની નિયમો દ્વારા "પરવાનગી નથી."

  • કંઈક "કાયદેસર રીતે કરવું હોય" તેનો અર્થ તેને "યોગ્ય રીતે" અથવા "ખરી રીતમાં" કરવું.
  • ઘણી બાબતો કે જેને યહૂદી નિયમો કાયદેસર ગણતાં હતા અથવા કાયદેસર નહોતા ગણતાં તે ઈશ્વરના નિયમો બીજાઓને પ્રેમ કરવા વિષે સંમત થતાં ન હતા.
  • સંદર્ભને આધારે, "કાયદેસર" નું અનુવાદ કરવાની રીતોમાં "પરવાનગી છે" અથવા "ઈશ્વરના નિયમ પ્રમાણે" અથવા "આપણાં નિયમોને અનુસરવું" અથવા "યોગ્ય" અથવા "ઉચિત" સમાવેશ કરી શકાય.
  • "શું તે કાયદેસર છે?" એ શબ્દસમૂહનું અનુવાદ "શું આપનો કાયદો તેની મંજૂરી આપે છે?" અથવા "તે એવું કંઈકછે જેની પરવાનગી આપણો કાયદો આપે છે?" એમ પણ કરી શકાય.

"ગેરકાયદેસર" અને "કાયદેસર નહિ" શબ્દો એવિ ક્રિયાઓ કે જે નિયમ તોડે છે તેનું વર્ણન કરવા વાપરવામાં આવે છે.

  • નવા કરારમાં, "ગેરકાયદેસર" શબ્દ એ માત્ર ઈશ્વરના નિયમોને તોડવાનો ઉલ્લેખ કરવા વપરાયો નથી, પરંતુ યહૂદી માણસોના બનાવેલા નિયમોને પણ તોડવાનો ઉલ્લેખ કરે છે.
  • વરસોથી, ઈશ્વરે યહુદીઓને આપેલ નિયમોમાં તેમણે ઉમેરો જ કર્યો છે.

જો તે તેમના માણસો દ્વારા બનાવેલા નિયમો સાથે બંધ ન બેસે તો યહૂદી આગેવાનો કંઈકને "ગેરકાયદેસર" કહી શકે.

  • જ્યારે ઈસુ અને તેમના શિષ્યો વિશ્રામવારે અનાજ તોડતા હતા ત્યારે, ફરોશીઓએ તેઓ પર કંઈક "ગેરકાયદેસર" કરવા માટેનો આરોપ મૂક્યો કેમ કે તેમ કરવું એ દિવસે કોઈ કામ કરવું નહીં તે યહૂદી નિયમને તોડતો હતો.
  • જ્યારે પિત્તરે કહ્યું કે તેના માટે અશુદ્ધ ખોરાક ખાવો એ "ગેરકાયદેસર" છે ત્યારે, તેનો અર્થ એ હતો કે જો તે એ ખોરાક ખાય તો તે ઈશ્વરે ઈઝરાયેલીઓને આપેલ ચોક્કસ ખોરાક ન ખાવા વિશેના નિયમને તોડશે.

"અન્યાયી" શબ્દ એવિ વ્યક્તિનું વર્ણન કરે છે જે કાયદાઓ કે નિયમોનું પાલન કરતો નથી. જ્યારે દેશ કે લોકોનું જુથ "અરાજક્તા" ની સ્થિતિમાં હોય ત્યારે, ત્યાં વ્યાપક આજ્ઞાભંગ, બળવો, અથવા અનૈતિક્તા છે.

  • અન્યાયી વ્યક્તિ બળવાખોર અને ઈશ્વરના નિયમોને ન માનનાર હોય છે.
  • પ્રેરિત પાઉલે લખ્યું કે છેલ્લા દિવસોમાં "અન્યાયી માણસો" હશે, અથવા "અન્યાયી વ્યક્તિ" કે જે શેતાન દ્વારા દુષ્ટ બાબતો કરવાને માટે પ્રભાવિત હશે.

અનુવાદ માટેના સૂચનો:

  • "ગેરકાયદેસર" શબ્દનું અનુવાદ શબ્દ કે અભિવ્યક્તિ જેનો અર્થ "કાયદેસર નથી" અથવા "કાયદાને તોડનારું" નો ઉપયોગ કરીને કરવું.
  • "ગેરકાયદેસર" ને અનુવાદ કરવાની બીજી રીતોમાં "પરવાનગી નથી" અથવા "ઈશ્વરના નિયમો પ્રમાણે નથી" અથવા "આપણાં કાયદાઓને સમર્થન આપતું નથી" હોઈ શકે.
  • "નિયમ/કાયદાની વિરુદ્ધ" અભિવ્યક્તિનો "ગેરકાયદેસર" ના જેવો જ સમાન અર્થ થાય છે.
  • "અન્યાયી" શબ્દનું અનુવાદ "બંડખોર" અથવા "આજ્ઞાભંગ કરનાર" અથવા "કાયદાનો વિરોધ કરનાર" એમ કરી શકાય.
  • "અરાજક્તા" શબ્દનું અનુવાદ "કોઈપણ કાયદાનું પાલન ન કરવું" અથવા "બળવો (ઈશ્વરના નિયમો વિરુદ્ધ)" એમ કરી શકાય.
  • "અરાજક્તાનો માણસ" શબ્દસમૂહનું અનુવાદ "માણસ જે કોઈપણ કાયદાનું પાલન કરતો નથી" અથવા "માણસ કે જે ઈશ્વરના નિયમો વિરુદ્ધ બળવો કરે છે" એમ કરી શકાય.
  • જો શક્ય હોય તો આ શબ્દમાં "કાયદો/નિયમ" ની ખ્યાલ રાખવો એ મહત્વનુ છે.
  • એ નોંધો કે "ગેરકાયદેસર" શબ્દનો આ શબ્દ કરતાં અલગ અર્થ છે.

(આ પણ જુઓ: નિયમ, કાયદો, મુસા, સબ્બાથ/વિશ્રામવાર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4941, H6530, H6662, H7386, H7990, G111, G113, G266, G458, G459, G1832, G3545