gu_tw/bible/other/gird.md

2.5 KiB

બાંધવું, સજવું

વ્યાખ્યા:

“બાંધવું” શબ્દનો અર્થ, બીજા કશાકની આસપાસ કંઈક જોડવું અથવા બાંધવું.

મોટેભાગે તે ઝભ્ભો અથવા ઉપવસ્ત્રને કમર પર યોગ્ય જગ્યા રીતે રાખવા (કમરની) આસપાસ પટો અથવા ખેસ વાપરવામાં આવે, તેને દર્શાવે છે.

  • બાઈબલમાં સામાન્ય શબ્દસમૂહ, “કમર બાંધવી” દર્શાવે છે કે, કપડાના (ઉપવસ્ત્રને) નીચેના ભાગને પટામાં નાખી બાંધી દેવું, જેથી તે વ્યક્તિ મુક્ત રીતે ચાલી શકે અથવા કામ કરી શકે.
  • આ શબ્દસમૂહનો અર્થ, “કામ માટે તૈયાર થઈ જાઓ” અથવા “કંઈક મુશ્કેલ કરવા તૈયાર રહેવું,” પણ હોઈ શકે છે.
  • “કમર બાંધવી” અભિવ્યક્તિનું ભાષાંતર, લક્ષ્ય ભાષામાં જે શબ્દ વપરાતો હોય તેનો ઉપયોગ કરીને ભાષાંતર કરવું, જેથી તે અભિવ્યક્તિનો અર્થ સમાન રહી શકે.

અથવા તેનું ભાષાંતર રૂપકાત્મક રીતે, “કાર્ય માટે પોતાની જાતને તૈયાર કરો” અથવા “પોતાની જાતને તૈયાર રહો,” તરીકે કરી શકાય છે.

“(તેના)થી સજવું” શબ્દનું ભાષાંતર, “તેનાથી ઘેરાયેલું હોવું” અથવા “તેનાથી ઢાંકવું” અથવા “પટાથી બાંધેલું” કરી શકાય છે.

(આ પણ જુઓ: કમર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H247, H640, H2290, H2296, H8151, G328, G1241, G2224, G4024